Banaskantha News/ ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાટલા પર બેઠક વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં દેશની પ્રથમ ખાટલા સભા કરશે. આ દરમિયાન PM કિસાન યોજનાનો 24મો હપ્તો જાહેર થશે અને બનાસ ડેરીના BBBRC સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે.

Top Stories Gujarat Breaking News
PM Modi Khatla Sabha: ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાસ આયોજન

Banaskantha News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડી ખાતે દેશની પ્રથમ PM Modi Khatla Sabha યોજવા જઈ રહ્યા છે. આ સભાની ખાસિયત એ છે કે અહીં સામાન્ય સભાઓની જેમ ખુરશીઓ ગોઠવવામાં આવી નથી, પરંતુ ગુજરાતની ગ્રામ્ય પરંપરાને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે ખાટલાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ભીલડીમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં બનાસ ડેરીના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

ભીલડીમાં ખેડૂતો માટે ખાટલાની અનોખી બેઠક વ્યવસ્થા

PM Modi Khatla Sabha: ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાસ આયોજન
PM Modi Khatla Sabha: ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાસ આયોજન

બનાસકાંઠાના ડીસા-ભીલડી વિસ્તારમાં 30 ઓક્ટોબરે યોજાનારી આ સભા માટે ગ્રામ્ય પરંપરાને મહત્વ આપવામાં આવ્યું છે. ખેડૂતો અને અન્ય મહેમાનો માટે ખુરશીઓની જગ્યાએ ખાટલા ગોઠવવામાં આવ્યા છે.

આ આયોજનનો હેતુ ગ્રામ્ય જીવનશૈલી અને સ્થાનિક પરંપરાને સભા સાથે જોડવાનો છે. તેથી PM Modi Khatla Sabha ને લઈને સ્થાનિકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બનાસ ડેરીના ₹328 કરોડથી વધુના બોવાઇન સેન્ટરનું લોકાર્પણ

PM Modi Khatla Sabha: ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાસ આયોજન
PM Modi Khatla Sabha: ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાસ આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભીલડી ખાતે બનાસ ડેરીના ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર BBBRC નું લોકાર્પણ કરશે. 127 એકર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા આ અત્યાધુનિક કેન્દ્ર પાછળ આશરે ₹325 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

આ કેન્દ્રનો મુખ્ય હેતુ પશુપાલન ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને ઉત્તમ નસ્લના પશુધનના સંવર્ધનને વેગ આપવાનો છે.

વડાપ્રધાનના લોકાર્પણ પહેલાં BBBRCને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રિના સમયે સેન્ટરનો સમગ્ર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે.

બનાસ ડેરીના અન્ય પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ

PM Modi Khatla Sabha: ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાસ આયોજન
PM Modi Khatla Sabha: ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાસ આયોજન

ભીલડીના કાર્યક્રમ દરમિયાન બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને (UHT-ASRS)પ્રકલ્પનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત થરાદ અને રાધનપુર ખાતે બે નવા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી કૃષિ અને પશુપાલન આધારિત અર્થતંત્રને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

9.34 કરોડથી વધુ ખેડૂતોને મળશે કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો પણ જાહેર કરશે. દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં કુલ ₹18,680 કરોડથી વધુની આર્થિક સહાય ટ્રાન્સફર કરવામાં આવશે.

યોજના હેઠળ અત્યાર સુધીમાં પ્રથમથી 23મા હપ્તા સુધી દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ ₹4.47 લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધી 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને ₹24,137 કરોડથી વધુની રકમ આપવામાં આવી છે.

ગુજરાતમાં 2,100થી વધુ ક્લસ્ટર કાર્યક્રમો

પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પણ મોટા પાયે કાર્યક્રમો યોજાશે. રાજ્યમાં 34 જિલ્લા કક્ષાના અને 2,100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ તમામ સ્થળોએ ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કાર્યક્રમોમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ હાજર રહેશે.

આ ઉપરાંત કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા સહાયપત્રો પણ લાભાર્થી ખેડૂતોને આપવામાં આવશે.

30 ઓક્ટોબરે એકતાનગરમાં ‘ભારત પર્વ’ની મુલાકાત

ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરની સાંજે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં આવેલા ‘ભારત પર્વ’ પેવેલિયનની મુલાકાત લેશે.

ત્યારબાદ તેઓ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા રજૂ થનારા ‘આનંદમઠ’ નાટકને પણ નિહાળશે.

31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

આ પ્રસંગે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ, શિલાન્યાસ અને ભૂમિપૂજન કરવામાં આવશે. વડાપ્રધાન ‘આરંભ 2026’ કાર્યક્રમમાં હાજરી આપીને તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ કરશે.

સાંજે રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહમાં તેઓ પરેડનું નિરીક્ષણ કરીને સલામી ઝીલશે. આમ, વડાપ્રધાનના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ખેડૂતો, પશુપાલન, વિકાસ અને રાષ્ટ્રીય એકતા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે.


આ પણ વાંચો:સહકાર મંત્રી અમિત શાહે રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની મુલાકાત લીધી

આ પણ વાંચો:વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ 25 વર્ષની વયે નિવૃતિની કરી જાહેરાત

આ પણ વાંચો:PM MODI 27થી 31 ઓક્ટોબર દરમ્યાન G20 સંમેલનમાં ભાગ લેવા ઈટાલીના પ્રવાસે જશે