શોર્ટ વિડીયો આધારિત એપ્લિકેશન ટિકટોકમાં રોકાણ કરવા માટે ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિચારી રહ્યા છે. એક રિપોર્ટમાં આ વિશે દાવો કરવામાં આવ્યો છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાતચીત ખૂબ જ પ્રારંભિક તબક્કે છે અને રિલાયન્સ ગ્રુપ હજી પણ રોકાણની શક્યતાઓ પર વિચાર કરી રહ્યું છે.
ભારતમાં પ્રતિબંધ બાદ ByteDanceની માલિકીની કંપની ટિકટોકને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જોકે, રોકાણ વિશે રિલાયન્સ અને ByteDance દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ભારતમાં ટિકટોક પર છે પ્રતિબંધ
ગલવાન ખીણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત બાદ ભારતમાં 59 ચીની એપ્લીકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતે તેના નિર્ણય પાછળ સાર્વભૌમત્વ, સુરક્ષા અને ગોપનીયતાને ટાંકીને પ્રતિબંધની વાત કરી હતી. મહત્વની વાત એ છે કે ટિકટોક પર ચીની સરકાર સાથે યુઝર ડેટા શેર કરવાનો આરોપ મૂકાયો છે.
આપણ વાંચો: ટીકટોક પ્રતિબંધ પર TMC સાંસદ નુસરત જહાંએ કહ્યું- એ લોકોનું શું, જે બેરોજગાર થશે?
ટિકટોક ઉપરાંત યુસી બ્રાઉઝર, શેર ઇટ, હેલો, લાઈક, કેમ સ્કેનર, શીન કવાઈ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાયડુ મેપ, કેવાય, ડીયુ બેટરી સ્કેનર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવીએ કે સરકારે આઇટી એક્ટ 2000 હેઠળ આ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
