છેલ્લા ઘણા સમયથી ખેડૂતો માથે મુશ્કેલીઓનો પાર નથી, આ વર્ષે ફરી એકવાર ચોમાસામાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વરસેલા વરસાદને લઈને વાવેલા પાક ધોવાઇ ગયા છે, જયારે જેતપુર તાલુકાનાં સરદાર પૂર ગામમાં જ હજારો વીઘા જમીન ધોવાઇ જતા કરોડોનું નુકસાન થયેલુ છે.
સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લામાં મેઘ સવારી અવરિત ચાલુ છે, અને લગભગ મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘરાજાએ અનરાધાર વરસીને લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં પણ મેઘરાજા છેલ્લા 3 દિવસ થયા છતા સતત વરસી રહ્યો છે. જેમાં તાલુકાનાં સરદાર પૂર ગામ અને તેની આસપાસનાં વિસ્તારોમાં વરસાદે વધારે જ હેત દેખાડ્યું હોય તેવું લાગે છે. અહીં છેલ્લા 3 થી 4 દિવસ થયા વરસાદ સતત વરસી રહ્યો છે, અહીંનાં મોટા ભાગનાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે, ખેતરોમાં હાલ પણ અડધો થી એક ફૂટ પાણી ભરાયેલા જોવા મળે છે, જેને લઈને ખેતરોમાં વાવેલી મગફળી, કપાસ, એરંડા સહીતનાં પાકોની હાલત ખુબ ખરાબ થવા સાથે વાવેલા પાક બગડી ગયેલા છે. મોટા ભાગનાં ખેતરોમાં અંદર જઈ શકાય તેવી હાલત નથી, ખેડૂતોને એક વીઘા જમીનમાં અંદાજિત 20 હજાર રૂપિયાનું નુકસાન જાય તેવી સ્થિતિ છે અને ખેડૂતોની હાલત દયનિય છે.
માત્ર જેતપુર તાલુકાનાં સરદારપુરા ગામની વાત કરીએ તો આ ગામની અંદાજિત 800 થી 1 હજાર વીઘા જમીનમાં હાલ પાણી ભરાયેલા છે, અને ગામનાં તમામ પાક નિષ્ફ્ળ ગયા છે, જો હજુ આજ પરિસ્થિતિ રહી તો આ વર્ષે ખેડૂત દિવાળી સુધી તેની જમીનમાં ફરીથી વાવેતર કરી શકે તેમ નથી, જયારે આ જેતપુર તાલુકાનાં અન્ય વિસ્તારોની વાત કરીએ તો આ વરસાદી વિનાશે અંદાજે 2 હજાર વીઘાની જમીનમાં અસર કરી છે અને જે જોતા ખેતીનાં પાકોને નુકસાનનો આંક ખુબ જ મોટો અને કરોડોમાં હોય તેમ દેખાઇ રહ્યુ છે, જે નો સાચો આંકડો તો એક સર્વે પછી જ જાણવા મળશે. ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો નથી મળ્યો સાથે સાથે આ વર્ષે પણ ખેડૂતોની હાલત દયનિય છે, ત્યારે સરકારે ખેડૂતોનાં હિત માટે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેવી જનમુખે ચર્ચાઓ થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
