આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે આજે પત્રકાર પૃષદનું આયોજન કર્યું હતું. જેમાં ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, ગુજરાત સરકારે કોરોના વાયરસ પર કરેલી કામગીરીને સમજવા માટે WHO દ્વારા એક વેબીનાર રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતે કેવી રીતે કામગીરી કરી તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
WHO દ્વારા ગુજરાતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે, વિશ્વના બીજા રાષ્ટ્રો ગુજરાતની કામગીરી સમજે તે જરૂરી છે. તેવું પણ વેબિનારમાં જણાવવામાં આવ્યું હતું. આ માટે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતે ગેમ ચેન્જર કામગીરી કરી છે. રાજ્યમાં કોરોનાનો ગ્રોથ ઘટી ગયો છે અને રેકવરી રેટ વધી રહ્યો છે. રિકવરી રેટ 79 પરશન્ટ થયો છે. તેમણે કહ્યું કે, માર્ચ-એપ્રિલમાં જે પડકારજનક પરિસ્થિતિ હતી તેમાંથી આપણે બહાર નિકળી ગયા છીએ. સરકારે કરેલા અથાગ પ્રયાસોથી આ શક્ય બન્યું છે.
અમદાવાદમાં કાઢેલા ધન્વંતરિ રથની સફળતાથી તે આખા રાજ્યમાં અમલમાં મુકવામાં આવશે. [17:55, અમદાવાદ ના કેસો માં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. સુરતમાં 5000 જેટલા વોલીએન્ટરો ને ઇનવોલ કર્યા છે. 77 જેટલા રિસર્ચ પ્રોજેકટ હાલ થઈ રહ્યા છે. 600 કરોડ ઉપરાંત અત્યાર સુધી ખર્ચ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ પોતાના ડેસ બોર્ડ થી સિવિલ હોસ્પિટલના વોર્ડ સુધીની માહિતી મેળવી હતી. રાજ્યમાં 8,41,640 જેટલી ppe કિટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 9,56000 લોકો ને રજિસ્ટ્રર કરાવ્યા છે. પલ્સ ઓક્સીમીટર અને ધન્વંતરિ રથ આ ખૂબ જ ગેમ ચેન્જર સાબિત થયા છે
કોલ 104 નંબર ગુજરાત ની એક મોટી સિદ્ધિ રહી છે. કુલ 11,63,311 કોલ 104 પર આવ્યા છે. સંજીવની રથ પણ શરૂ કરવામાં આવ્યો છે. પ્લાઝમા થેરાપી પણ ખૂબ સફળ રહી છે. ક્રિકેટરો, ગુજરાતી ગાયકો, કલાકારો ને પણ આપડે આ એવરનેસની કામગીરી માં જોડ્યા છે. આયુસ ના ઉકાળા, સમસમવટી પણ ખૂબ ઉપયોગી સાબિત થયા છે.
https://www.facebook.com/mantavyanews/videos/243328776994804/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
