અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર પોપ્યુલર બિલ્ડરનાં રમણ-મોનાંગ પટેલ પર શારીરિક ત્રાસનાં તેમની પુત્રવધૂ દ્વારા કરવામાં આવેલા કેસ મામલે મોટો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. જી હા, મોનાંગ પટેલે ફરિયાદી પત્નિને 2.50 કરોડ રૂપિયા આપ્યા હોવાનુંં સામે આવી રહ્યું છે. આ પૈસા પુત્રવધૂને પોતાની ફેવરમાં એફિડેવિટ કરાવવા માટે આપ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

જી હા, ઉલ્લેખનીય છે કે, પુત્રવધૂ દ્વારા કરવામાં આવેલ કેસમાં ફરાર પિત્રા-પુત્રના જામીન માટે ફેવર કરતા એફિડેવિટની જરુર હોય તેવી પ્રતિતિ સાથે પુત્રવધૂને આ રૂપિયા અપાયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2.50 કરોડ રૂપિયા કબજે કર્યા છે. ફિઝુ પટેલનાં માસીનાં ઘરેથી ક્રાઈમ બ્રાંચે રૂપિયા કબજે કર્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
