બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝના શૂટ ક્રૂના બે સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અભિનેત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ખુદ જેક્લીને આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે શેર કરી છે. તેણે ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરતા બીએમસીનો આભાર માન્યો છે.
જેક્લીન ફર્નાન્ડિઝએ લખ્યું કે, અમે એક બ્રાન્ડ માટે શૂટિંગ કરવા જઈ રહ્યા હતા. સાવચેતી તરીકે, તમામ ક્રૂ સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હું તમને જણાવવા માંગુ છું કે કમનસીબે શૂટ ક્રૂમાંથી બે વ્યક્તિઓએ COVID-19 પોઝિટીવ મળ્યા છે. અમે શૂટિંગ મુલતવી રાખ્યું છે કારણ કે લોકોની સલામતી અત્યંત મહત્વપૂર્ણ છે. સંક્રમિત બંને સભ્યોને સેલ્ફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: કોરોના સામે જંગ જીત્યા બાદ અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 12’નું શૂટિંગ કર્યુ શરૂ
“ટીમના બાકીના સભ્યો અને મારો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે, પરંતુ અમે બધી જરૂરી સાવચેતીઓ લઈ રહ્યા છીએ અને માર્ગદર્શિકાનું સખત પાલન કરી રહ્યા છીએ.” હું BMC ના અધિકારીઓની મદદ અને માર્ગદર્શન માટે તેમનો આભાર માનું છું. ”
આપને જણાવી દઈએ કે જેક્લીન ફર્નાન્ડિઝે તાજેતરમાં મહારાષ્ટ્રના બે ગામ, પાથરડી અને શકુરને દત્તક લીધા છે. તે ત્રણ વર્ષ સુધી આ ગામોમાં 1500 થી વધુ લોકોની સંભાળ રાખશે. જેક્લીને તેના પાલઘર પ્રોજેક્ટ માટે આ ભાગીદારી કરી છે. જેક્લીન માને છે કે તેનું લક્ષ્ય કુપોષણને સંપૂર્ણપણે સમાપ્ત કરવાનું છે, પરંતુ તે એક પ્રક્રિયા છે જે સમય લેશે. જેક્લીન કહે છે કે તે તેના માટે શક્ય તેટલું કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
