કચ્છ રણોત્સવનાં ચાહકો માટે માઠા કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, કોરોનાનાં કપરાકાળમાં કચ્છ રણોત્સવ યોજાવાની શક્યતા નહિવત જોવામાં આવી રહી છે. કચ્છમાં જે સ્થળ પર કચ્છ રણોત્સવનુ આયોજન કરવામાં આવે છે તે ધોરડો ગામના સરપંચે રણોત્સવ ટાળવા સરકાર સમક્ષ માંગ કરી છે.
ધોરડો ગામના સરપંચે કહ્યું છે કે, ધોરડોમાં માત્ર તંબુ નગરી ઉભી કરાશે અને કચ્છ રણોત્સવ માટે પૂર્વોરત તામજામ કરવામાં આવી શકે તેવી સ્થિતિ હાલ નથી. ધોરડોનાં સરપંચ દ્વારા આવુ કહેવા સામે કોરોનાનાં સંક્રમણનું કારણ આગળ ઘરવામાં આવ્યું છે. સરપંચ દ્વારા જણવવામાં આવ્યું છે કે, કોરોનાના સંક્રમણને લઈને આવો નિર્ણય લેવાઇ શકે છે.
આપને જણાવી દઇએ કે, દર વર્ષે નવેમ્બરમાં કચ્છમાં રણોત્સવ યોજાય છે અને રણોત્સવમાં ફક્ત ગુજરાત કે દેશમાંથી જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ મોટા પ્રમાણમાં સહેલાણીઓ આવતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
