સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના એક અંતરિયાળ ગામના પરીક્ષાર્થી કે જેણે બિનસચિવાલય ની પરીક્ષા આપી જ નથી તેને cctv માં કેદ થવા અને પરીક્ષામાં ગેરરીતી કરવા મામલે નોટીસ પાઠવી છે. પ્રાંતિજ ના વદરાડ ગામનો અપૂર્વ પટેલ કે જે સરકાર ના જ એસટી વિભાગના નોકરી કરે છે, અને પરીક્ષાના દિવસે નોકરીમાં થી રજા મળે તેમ નાં હોઈ ને તેને પરીક્ષા આપી જ નથી.
તો હવે સવાલ એ ઉભો થાય છે કે, જે પરીક્ષાર્થી હાજર જ નહોતો તે CCTVમાં કેવી રીતે કેદ થઈ શકે? તેના પર ત્રણ સવાલ ઉભા થાય છે, ૧. પરીક્ષામાં હાજર જ ન હતો તેવા ઉમેદવારને મળી નોટીસ કેવી રીતે મળી શકે..? ૨. CCTVમાં કેવી રીતે કેદ થયો ગેરહાજર ઉમેદવાર? ૩. અધિકારીઓ તપાસ માં પણ ગરબડ કરી રહ્યા છે.
એક બાજુ બિનસચિવાલય પરીક્ષાના કથિત ગેરરીતી મુદ્દે વિધાર્થીઓ સાત સાત દિવસથી ધરણા પર બેઠા છે. વિધાનસભા ઘેરાવ જેવા જલદ કાર્યક્રમ આપી રહ્યા છે. ત્યારે જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષામાં ગેરરીતિ થયાનું જોર પકડ્યું છે. આ મામલે પરીક્ષાર્થીને ગાંધીનગર ખાતે હાજર રહેવાનું ફરમાન થતા સમગ્ર વિસ્તારમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.
મળતી માહિતી મુજબ તિજ તાલુકાના વદરાડ ગામના અપુર્વ પટેલ બોટાદ હિંમતનગર બોટાદ બસમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે. પરીક્ષાની તારીખે તેમને નોકરી માંથી રજા નાં મળતા એઓ પરીક્ષા આપવા જી શક્ય નાં હતા. આ દિવસે સવારે તેઓ પોતાની રોજીંદી નોકરીમાં કામે લાગ્યા હતા. બસ નંબર GJ 18 Z 6007 થી બોટાદ થી હિંમતનગર આવી પરત બોટાદ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
