Not Set/ વડોદરા/ સામાન્ય બોલાચાલીમાં શિક્ષકની કરાઈ હત્યા, આરોપીની ધરપકડ

ગુજરાતમાં કોરોના સમયગાળા દરમિયાન લૂંટ, હત્યા, ચોરીના બનાવો વધ્યા છે. ગુનેગારો બેફામ બન્યા છે. તેઓ પોલીસથી ડરતા નથી. વડોદરા શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક પર તીક્ષ્ણ ધારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે ઘટનાના કલાકો બાદ ફરાર હત્યારાની ધરપકડ કરી હતી. […]

Gujarat Vadodara

ગુજરાતમાં કોરોના સમયગાળા દરમિયાન લૂંટ, હત્યા, ચોરીના બનાવો વધ્યા છે. ગુનેગારો બેફામ બન્યા છે. તેઓ પોલીસથી ડરતા નથી. વડોદરા શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક પર તીક્ષ્ણ ધારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે ઘટનાના કલાકો બાદ ફરાર હત્યારાની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ અંકોલીયા ગામનો રહેવાસી રાકેશ પરમાર તેના મિત્રો સાથે ગોરવા વિસ્તારમાં સ્થિત ખત્રીનગરમાં થોડા સમય માટે રહેતો હતો. રાકેશ શહેરની એક ખાનગી શાળામાં બાળકોને ડાન્સ શીખવતો હતો.

ઝાડ કાપવા અંગે થયો હતો વિવાદ

ગત રાત્રે શેહઝાદ ઉર્ફે ટીટ્ટા શેકંદર પઠાણ નામના યુવાન સાથે ઘરની બહારના ઝાડને કાપવા અંગે તકરાર થઈ હતી. જેના કારણે ગુસ્સે ભરાયેલા શેહઝાદ ઉર્ફે ટીટ્ટાએ રાકેશ ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં રાકેશને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે રાકેશ પરમાર વાઘોડિયાના અંકોલીયા ગામનો રહેવાસી હતો. તે અહીં તેના મિત્રો સાથે રહેતો હતો. આરોપીએ વઝાનિયાના રહેઠાણમાં રહેતાં શેહઝાદની ધરપકડ કરી છે. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. હાલ આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.