અમદાવાદનાં પૂર્વ ક્ષેત્રનાં સાંસદ હસમુખભાઇ પટેલ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને ઘરે જ આઇસોલેશન પર રાખવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં સાંસદ હસમુખ પટેલ સતત નાગરિકોને મદદ કરી રહ્યા છે અને પાર્ટીના અનેક કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. હસમુખ પટેલે તાવની ફરિયાદ બાદ તેની કોરોના તપાસ કરાવી હતી. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગુજરાત રાજ્ય ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા કોરોના પોઝિટીવ
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને સારવાર માટે અમદાવાદ શાહીબાગ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની તબિયત સ્થિર છે. તેમને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
સોમવારે શહેર અને જિલ્લામાં 172 નવા કેસ નોંધાયા હતા અને 3 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
હાલમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં દરરોજ આશરે 160 થી 170 કેસ કોરોના નોંધાય છે. શહેર અને જિલ્લામાં સોમવારે 24 કલાકમાં 172 નવા કેસ નોંધાયા હતા અને 3 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. 6 સપ્ટેમ્બરની સાંજથી 7 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 149 અને જિલ્લામાં 23 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં 3 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
