કોરોનાનાં કપરાકાળમાં લોકો સારા સમચાર સાભળવા રીતસરનાં તરસી ગયા હોય તેવી રીતે કોરોનાનો હાહાકાર જ સાંભળવામાં આવતો હોય છે. તમામ માઠા સમાચારો વચ્ચે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 14 સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઇ વચ્ચેની વિમાની સેવા ફરી શરૂ થશે.
બીલકુલ રાજકોટવાસીઓ કે જે મુંબઇ જવા માટે તત્પરતાથી વિમાન સેવા શરુ થવાની રાહ જોઇ રહ્યા હતા, તે તમામ લોકોને હવે લાંબી રાહ જોવાની નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાનાં કાળમાં પાછલા પાંચ મહિનાથી બંધ વિમાની સેવા ફરી 14 તારીખથી શરુ થઇ રહી છે.
હાલ જો કે, રાજકોટ-મુંબઇ વચ્ચે સવારનાં ભાગમાં જ વિમાની સેવાની શરૂઆત થશે અને સમયાંતરે આ સેવાને પૂર્વરત કરવામાં આવશે. રાજકોટ – મુંબઇની સાથે સાથે આગામી 18 સપ્ટેમ્બરથી રાજકોટ થી દિલ્હીની વિમાની સેવાનાં શ્રીગણેશ કરવામાં આવશે. સવારે 8 વાગે દિલ્હી થી ફલાઇટ આવશે અને સવારે 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
