Not Set/ મહુવા બની રહ્યું છે અકસ્માતનું એપી સેન્ટર, આજે પણ અકસ્માતે લીધો એકનો ભોગ

ભાવનગર જીલ્લાનું છેવાળાનું ગામ મહુવા પાછલા દિવસોથી અકસ્માતનુ એપી સેન્ટર બની ગયુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. એક દિવસ પૂર્વે બે ટ્રક સામેસામે અથડાતા બે જણાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો બે ગંભીર રીતે ઘાયલ થયા હતા, થોડા દિવસો પૂર્વે પણ બે બાઇક સામેસામે ટકરાતા બનેં બાઇક ચાલકોનાં ધટના સ્થળે મોત નીપજ્યા હતા, અને બે લોકો ગંભીર […]

Gujarat Others

ભાવનગર જીલ્લાનું છેવાળાનું ગામ મહુવા પાછલા દિવસોથી અકસ્માતનુ એપી સેન્ટર બની ગયુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. એક દિવસ પૂર્વે બે ટ્રક સામેસામે અથડાતા બે જણાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો બે ગંભીર રીતે ઘાયલ થયા હતા, થોડા દિવસો પૂર્વે પણ બે બાઇક સામેસામે ટકરાતા બનેં બાઇક ચાલકોનાં ધટના સ્થળે મોત નીપજ્યા હતા, અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આજે ફરી એક વખત મહુવાનાં રોડ પર રક્ત રેડાયું છે.

મહુવાનાં  મહુવા – તળાજા હાઇવે પર ભાદ્દોડ ગામ નજીક અકસ્માતની ઘટના ઘટી છે અને ટ્રકે બાઇકને અડફટે લેતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યાનું સામે આવી રહ્યુ છે. બાઇટ ચાલક લોયંગા ગામથી મહુવા કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે અથડાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યાની વિગતો સામે આવી રહી છે. રાબેતા મુજબ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews