ગાંધીનગરમાં પોલીસ અધિકારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, સચિવાલયનાં સંકુલમાંથી મળી આવેલી એક કારમાં મૃત હાલતમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો શવ મળી આવતા ચચકાર મચી ગયો હતો. પોલીસ અધિકારીનું નામ પી.જે. પટેલ હોવાનું સામે આવ્યું હતું.
PI ઘરે ન પહોંચતા તેમના પરિવારે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. આ શોધ સચિવાલય સંકુલનાં પાર્કિંગમાં પૂર્ણ થઇ હતી. જ્યા પ્રિતેશ જે પટેલ (PI) એ પોતાની કારમાં બેસીને સર્વિસ પિસ્ટલથી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે સેક્ટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
