દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ખાતાધારકોને ફેસ લોનની ઓફરથી દૂર રહેવા કહ્યું છે. બેંકે ટ્વિટ કરીને તેના ખાતા ધારકોને સાવચેત કર્યા છે અને તેમને નકલી લોનની ઓફર ટાળવા સલાહ આપી છે. બેંકે ટ્વિટ કરીને માહિતી આપી છે કે કેવી રીતે એસબીઆઈનાં નામે નકલી લોન ઓફરની લાલચ આપીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે.
એસબીઆઈએ તેના ગ્રાહકોને બનાવટી લોનની ઓફર વિશે ચેતવણી આપી છે. બેંકે ટ્વિટ કર્યું છે કે, જો તમને લોન જોઈએ છે તો સીધા બેંકનો સંપર્ક કરો. કોઈ પણ વચેટિયાને પકડવાનું ટાળો. બેંકે ટ્વિટ કર્યું છે કે એસબીઆઈનાં નામે નકલી લોન ઓફરની લાલચ આપીને લોકો પાસેથી છેતરપિંડી થયાનાં કિસ્સા સામે આવ્યા છે. બેંકે સ્પષ્ટતા કરી હતી કે, એસબીઆઇ લોન ફાઇનાન્સ લિમિટેડ અને મુદ્રા ફાઇનાન્સ પ્રા.લિ.ને તેમની સાથે કોઈ લેવા-દેવા નથી.
એસબીઆઇએ કહ્યું કે, નકલી કંપનીઓ દ્વારા લોકોની મૂડીની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. બેંકે ટ્વીટ કર્યું હતું કે, એસબીઆઇ લોન ફાઇનાન્સ લિમિટેડ અને મુદ્રા ફાઇનાન્સ લિમિટેડને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે કોઈ લેવા-દેવા નથી. બેંકે કહ્યું કે, આ બંને કંપનીઓ અસ્તિત્વમાં નથી. કેટલાક લોકો એસબીઆઈ લોન ફાઇનાન્સ લિમિટેડ અને મુદ્રા ફાઇનાન્સ લિમિટેડનું નામ લઈને લોકોને છેતરી રહ્યા છે, પરંતુ તેઓ તેમ કરવા માટે અધિકૃત નથી.
બેંકે તેના ખાતા ધારકોને ચેતવણી આપી હતી કે ભૂલથી પણ, આ બંને કંપનીઓની જાળમાં ન આવો અને કોઇ પ્રોસેસિંગ ફી અથવા નોંધણી ફી પણ ચૂકવશો નહીં. તેમણે કહ્યું કે, ગ્રાહકો કોઈપણ પ્રકારની લોન માટે સીધા બેંકનો સંપર્ક કરી શકે છે. આવી સ્થિતિમાં, તમે કોઈપણ ફ્રોર્ડથી પોતાને સુરક્ષિત કરી શકો છો. આપને જણાવી દઈએ કે, એસબીઆઇ સમયાંતરે ટ્વીટ કરીને તેના ખાતા ધારકોને ચેતવણી આપતું રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
