રાજ્યમાં કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે. કોરોનાનાં કારણે આ વર્ષે સુરતની શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા પર અસર જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, શહેરમાંથી પરપ્રાંતિયોની હિજરતથી વિદ્યાર્થીઓ ઘટ્યા છે.
ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2020-21 માં ધોરણ-1 માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8,779 જેટલી ઘટી છે. જણાવી દઇએ કે, વર્ષ 2019-20 માં 19,063 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2020-21 માં માત્ર 10,284 વિદ્યાર્થી જ ચોપડે નોંધાયા છે. મળી રહેલી માહિતી અનુસાર, 38 ટકાથી લઇને 78 ટકા સુધી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
