Not Set/ વડોદરા/ ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરે આસિસ્ટન્ટ સાથે આચર્યું દુષ્કર્મ અને પછી….

વડોદરામાં એક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા તેની મહિલા સહાયક સાથે બળાત્કાર ગુજાર્યોની ઘટના સામે આવી છે. ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરે વેતન ચૂકવવાના બહાને હોટલમાં મહિલા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ગુનો નોંધીને પ્રોડ્યુસર દીપ પટેલની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર […]

Gujarat Vadodara

વડોદરામાં એક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા તેની મહિલા સહાયક સાથે બળાત્કાર ગુજાર્યોની ઘટના સામે આવી છે. ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરે વેતન ચૂકવવાના બહાને હોટલમાં મહિલા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ગુનો નોંધીને પ્રોડ્યુસર દીપ પટેલની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દીપ પટેલ મૂળ સાવલીના ચંદ્રનગરનો છે. તેના પિતા ખેડૂત છે. છેલ્લા ત્રણ વર્ષથી તે વડોદરાના કલાલી વિસ્તારમાં રહે છે. તે નાની મોટી ફિલ્મો બનાવે છે. વડોદરાની નાઇટ લાઇફ પર હાલમાં તેઓ વેબ સિરીઝ પણ બનાવી રહ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે દીપે એક મહિના પહેલા 13 હજાર રૂપિયામાં પોતાના માટે મહિલા સહાયકની નિમણૂક કરી હતી. એક મહિના કામ કર્યા પછી, દીપ યુવતીને પગાર ચૂકવવામાં અવગણતો હતો. દીપ પટેલે પગાર આપવાના બહાને યુવતીને સયાજીગંજની અદિતિ હોટેલમાં બોલાવી હતી. જ્યાં તેણે મહિલા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે જણાવ્યું કે યુવતીને આખી રાત ઓરડામાં બંધક બનાવી રાખી હતી. સવારે યુવતી ભાગી ગઈ અને તેના ઘરે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે યુવતીની તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ છે. જે બાદ આરોપી દીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.