ડ્રગ્સના કેસમાં એનસીબીની રડાર પર 4 મેલ એક્ટર્સ છે. જો કે, તેઓ કયા અભિનેતા છે તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એક વેબસાઈટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતના ટેલેન્ટ મેનેજર જયા સાહાએ પૂછપરછ દરમિયાન ઘણા બોલિવૂડના એ-લિસ્ટર્સનું નામ લીધું છે. સુત્રોના જણાવ્યા અનુસાર એનસીબી ટૂંક સમયમાં આ કલાકારોના નામ વિશે માહિતી આપશે. આ સિવાય ડ્રગ્સના કેસમાં વધુ ઘણા દરોડા પડી શકે છે.
આ અગાઉ એનસીબીએ બુધવારે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહને સમન્સ પાઠવ્યા હતા. દીપિકા પાદુકોણને 25 સપ્ટેમ્બર, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સારા અને શ્રદ્ધા કપૂરની સૂચના આપવા માટે એનસીબીની ટીમ આવી પહોંચી છે. આ મામલામાં રિયા ચક્રવર્તી, શૌવિક સહિત ઘણા લોકોને પહેલેથી જ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે એનસીબીએ ટીવી કલાકારો અબીગેલ પાંડે અને સનમ જોહરને પણ સમન્સ મોકલ્યો છે. હકીકતમાં, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલમાં આ બંને નામો પણ સામે આવ્યા હતા, ત્યારબાદ એનસીબીએ આ પગલું ભર્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર રહી ચૂકેલી જયા સાહાએ કબૂલાત કરી છે કે તેણે શ્રદ્ધા કપૂર, રિયા ચક્રવર્તી અને એસએસઆર માટે સીબીડી ઓઇલ ડ્રગની અરેંજ કર્યો હતો. એક વેબસાઈટના જણાવ્યા અનુસાર, જયા સાહાએ કહ્યું કે, તેણે અનુરાગ કશ્યપની પૂર્વ બિઝનેસ પાર્ટનર મધુ મન્ટેના માટે પણ સીબીડી ઓઇલની વ્યવસ્થા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
