અભિનેતા સુશાંત સિંહ કેસમાં સામે આવેલા ડ્રગ્સ કાંડ બાદ અનેક મોટી હસ્તીઓના નામ સામે આવ્યા છે, જેમાં દીપિકા પાદુકોણ, રકુલપ્રીતનું નામ પણ શામેલ છે, ત્યારે શુક્રવારે એનસીબીએ રકુલપ્રીતસિંહને ડ્રગ્સના કનેક્શન અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન, રકુલપ્રીતે રિયા ચક્રવર્તી પર તમામ દોષનો ટોપલો ઢોળી દીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, એનસીબીની સામે રકુલે ડ્રગ્સ લેવાનું સ્પષ્ટ રીતે નકારી કાઢ્યું હતું. પરંતુ એનસીબીને આ અંગે વિશ્વાસ નથી. રકુલે ડ્રગ્સના ડ્રગ્સ પેડ્લર સાથે જોડાણ હોવાનો ઇનકાર પણ કર્યો હતો.
રકુલે રિયા સાથે ડ્રગ્સ ચેટ કરવાની કરી હતી કબૂલાત
આ દરમિયાન રકુલે 2018 માં રિયા સાથેની ડ્રગ્સની ચેટની કબૂલાત કરી હતી. રકુલે એનસીબીને જણાવ્યું હતું કે, રિયા તેના ચેટમાં પોતાનો માલ (વીડ) મંગાવીરહી હતી અને રિયાનો સામાન (ડ્રગ્સ) તેના ઘરે જ હતો. જો કે હવે એનસીબીની ટીમ રકુલની વાતમાં કેટલું સત્ય છે તેની તપાસ કરશે. રકુલ પ્રીતની તપાસ ચાલુ રહેશે.
આપને જણાવી દઈએ કે, ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં એનસીબીને રકુલપ્રીતસિંહનું નામ આપ્યું હતું. રીયાએ કહ્યું હતું કે, રકુલ ડ્રગ્સ લે છે. રકુલ અને રિયા બંને સારા મિત્રો છે. પરંતુ હવે, જ્યારે બંને મુશ્કેલીમાં ફસાઈ છે, તાય્રે દોષની રમતનો ક્રમ સ્પષ્ટ દેખાય છે. હાલમાં રિયા ડ્રગ્સના કેસમાં મુંબઇની બાયકુલા જેલમાં બંધ છે. તેને કોર્ટમાંથી જામીન પણ મળી રહ્યા નથી.
આ પહેલા ગુરુવારે રકુલપ્રીત સિંહ હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ છોડી મુંબઇ આવી હતી. રકુલની વાત કરીએ તો, તેઓએ ઘણી હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. બીજી બાજુ રકુલ પછી, એનસીબી શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
