અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016 માં માત્ર 750 ડોલરની આવકવેરા તરીકે ચુકવણી કરી હતી. અમેરિકન અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ‘નાં સમાચારમાં આ દાવો કરવામાં આવ્યો છે. સમાચારોમાં 20 વર્ષથી વધુનાં ટેક્સ રીટર્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, આ જ વર્ષે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓએ જીત મેળવી હતી. હવે જ્યારે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે, ત્યારે તેમના કરવેરાની ચુકવણી સંબંધિત મુદ્દો ફરી એક વખત ઉભો થયો છે.
અમેરિકી અખબારે અહેવાલ આપ્યો છે કે, ટ્રમ્પે વ્હાઇટ હાઉસનાં પહેલા વર્ષમાં માત્ર 750 ડોલર ચૂકવ્યા હતા. છેલ્લા 15 વર્ષોમાંથી 10 વર્ષ તેમણે કોઇ સંઘીય આવકવેરો જમા કરાવ્યો ન હતો, કારણ કે કહેવામાં આવ્યું હતું કે તેમણે જે કમાયું છે તેનાથી વધુ ગુમાવ્યું છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ન્યૂયોર્ક ટાઇમ્સનાં આ સમાચારને નકારી કાઠવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ “પૂરી રીતે ફેક ન્યૂઝ” છે.
અમેરિકી રાષ્ટ્રપતિ માટે તેમની વ્યક્તિગત આર્થિક વિગતો બહાર પાડવી જરૂરી નથી, પરંતુ રિચાર્ડ નિક્સનથી અત્યાર સુધીનાં રાષ્ટ્રપતિઓએ નાણાકીય હિસાબ જારી કર્યા છે. જોકે, ટ્રમ્પે આવકવેરા રીટર્ન આપવાનો ઇનકાર કરીને આ પરંપરા તોડી નાખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
