અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત નઝીર વોરા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ આજે સવારે તોડી પાડવામાં આવ્યું છે. આ બાંધકામ તોડવા માટે અમદાવાદ મનપા પોલીસ બંદોબસ્ત સાથે ધસી ગયી હતી. અને ગેર કાયદે કરવામાં આવેલા બાંધકામ ને તોડી પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે વેજલપુર પોલીસના બંદોબસ્ત સાથે મનપા ની ટીમે બાંધકામ તોડવાનું ચાલુ કર્યું હતું. આ અભિયાન માં ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુ જાતે હાજર રહી ગેરકાયદેસર કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી શરૂ કરાવી હતી. નોંધનીય છે કે જુહાપુરા માં ગેરકાયદે બાંધકામ નો રાફડો ફાટ્યો છે અને અનેક ગેરકાયદે કોમ્પ્લેક્સ ઉભા કરી દેવામાં આવ્યા છે.
એક મહિના પહેલા ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ વેજલપુર સરખેજ વિસ્તારમાં કૂખ્યાત હિસ્ટ્રીશીટર ગુનેગાર એવા નઝીર વોરાના ઘરે દરોડા પાડીને ટોરેન્ટ પાવરના અધિકારીઓને સાથે રાખી સમગ્ર વીજ કૌભાંડ ઝડપી પડ્યું હતું. વીજ કંપની દ્વારા આપવામાં આવેલા વીજ કનેકશનમાં પંક્ચર કરી અન્ય કેબલ મારફતે મોટાપાયે વીજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું.
વેજલપુર પોલીસ અને UGVCL પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. વીજ કૌભાંડ બાદ હવે નઝીર વોરાના આખા કોમ્પલેક્ષ ના ગેરકાયદેસર બાંધકામો દુર કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
