ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીવાને ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીના ઇન્સ્ટાગ્રામ પર બળાત્કારની ધમકી મળી છે. આટલું જ નહીં, લોકો સોશિયલ મીડિયા પર જીવાને પણ ગાંડી ગાળો પણ આપી રહ્યાં છે.
સમાચારો અનુસાર કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની મેચમાં ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ ના હતું. આને કારણે લોકો તેમની પુત્રી જીવાને બળાત્કારની ધમકી આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આઈપીએલની 13 મી સીઝનમાં ધોનીનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં છ મેચ રમી છે, જેમાંથી તે ફક્ત 2 મેચમાં જીત મેળવી છે. જયારે 4 મેચમાં કર્મી હારનો સામનો કરવો પડ્યો છે.
નોધનીય છે કે આ અંગે ફિલ્મ અભનેત્રી નગ્મા એ પણ સવાલ ઉઠાવ્યા છે. તેણીની એ ટવીટ દ્વારા વડાપ્રધાન મોદીને પૂછ્યું છે કે આપણા દેશમાં શું થઇ રહ્યું છે…?
Where are we headed as a Nation it’s is disgusting Dhoni's 5-Year-Old Daughter Ziva is Getting Rape Threats after CSK Lost IPL Match to KKR. Mr #PM what is this happening In our country ?? #BetiBachaoBetiPadhao https://t.co/z8bIBTYHGi
— Nagma (@nagma_morarji) October 9, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.