Jammu Kashmir/ શું તમે જાણો છો, કાશ્મીરને કબજે કરવા માટે પાકિસ્તાન દ્વારા ઘડાયેલ “ઓપરેશન ગુલમર્ગ” શું છે અને 73 વર્ષ પહેલાં શું થયું હતું

1947 માં 21-22 ઓ ક્ટોબરની રાત જમ્મુ-કાશ્મીરના ઇતિહાસની સૌથી ભયાનક અને અસ્પષ્ટ રાત હતી, જ્યારે પૃથ્વી પરનાં સ્વર્ગ ભારતીય રાજ્યને નષ્ટ કરવા

Top Stories India

1947 માં 21-22 ઓ ક્ટોબરની રાત જમ્મુ-કાશ્મીરના ઇતિહાસની સૌથી ભયાનક અને અસ્પષ્ટ રાત હતી, જ્યારે પૃથ્વી પરનાં સ્વર્ગ ભારતીય રાજ્યને નષ્ટ કરવા અને કબજે કરવાના ઉદ્દેશ્યથી પાકિસ્તાને ઓપરેશન ગુલમર્ગ શરૂ કર્યું હતું. આમ તો આ વાતને 73 વર્ષ વીતી ગયા, પરંતુ પાકિસ્તાન હજી પણ આ જ યોજના હેઠળ જમ્મુ-કાશ્મીર પર કબજો કરી લેવાનો સપનું જોઇ રહ્યું છે. આ વાતને પુષ્ટી એક યુરોપિયન થિંક ટેન્ક દ્વારા આપવામાં આવી છે.

યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (ઇએફએસએએસ)એ આદિવાસી કબિલા પરનાં હુમલાને,જેમાં 35 થી 40 હજાર લોકો માર્યા ગયા હતા તેને પોતાનાં એક વ્યાખ્યાનમાં યાદકરતા કહ્યું હતું, . ઇએફએસએએસએ કહ્યું, “આ દિવસે પાકિસ્તાને કાશ્મીરી ઓળખને ખતમ કરવા માટે સૌથી પહેલું અને જીવલેણ પગલું ભર્યું હતું.” યુનાઇટેડ નેશન્સ દ્વારા ખેંચાયેલી એલઓસી (લાઇન ઓફ કંટ્રોલ) દ્વારા લોકોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા, જેણે પહેલાના રજવાડા અને તેના રહેવાસીઓને વહેંચ્યા હતા. ”

થિંક ટેન્ક મુજબ, ઓપરેશન ગુલમર્ગ ઓગસ્ટ 1947 માં મેજર જનરલ અકબર ખાનની કમાન્ડરી હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું. વોશિંગ્ટન ડીસી સ્થિત રાજકીય અને રાજદ્વારી વિશ્લેષક શુજા નવાઝે આ ઘૂસણખોરીમાં સામેલ 22 પખ્તુન આદિવાસી કબિલાઓની સૂચિ તૈયાર કરી છે. જનરલ ખાન સિહિતનાઓ દ્વારા આ ઓપરેશનની યોજના કરવામાં આવી હતી અને આની રાહબરીમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની નજીકના સરદાર શૌકત હયાત ખાનનો સમાવેશ થાય છે.

પછી શૌકતે એક પુસ્તક (ધ નેશન કે લોસ્ટ ઇટ સોલ) માં કબૂલ્યું હતું કે તેમને કાશ્મીર કામગીરીના સુપરવાઈઝર તરીકે નિમવામાં આવ્યા હતા. આ કામગીરી માટે નાણાં પ્રધાન ગુલામ મોહમ્મદે પાકિસ્તાનની તિજોરીમાંથી 3 લાખ રૂપિયાની સહાય કરી હોવાનું પણ જણાવાયું હતું.

ઇએફએસએએસએ કહ્યું, ‘મેજર જનરલ અકબર ખાને જમ્મુ-કાશ્મીર પરના હુમલા માટે 22 ઓક્ટોબર 1947 ની તારીખ નક્કી કરી હતી. તમામ લડવૈયાઓને 18 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીર સરહદ નજીકના એબોટાબાદ ખાતે એકઠા થવા કહેવામાં આવ્યું હતું. રાત્રે આ લડવૈયાઓને નાગરિક બસો અને ટ્રકોમાં લઈ જવામાં આવ્યાં હતાં.

યુરોપિયન થિંક ટાંક અનુસાર, “પાકિસ્તાને આવી વાર્તા કહી હતી કે તે આદિજાતિઓનાં મુક્તિદાતા છે અને કાશ્મીરમાં તેમની ધાર્મિક ફરજ ‘જેહાદ’ માટે જઇ રહી છે, કારણ કે ત્યાંના કોમી રમખાણોમાં મુસ્લિમો માર્યા ગયા છે.” જો કે, આ એક જૂઠું હતું અને આદિજાતિઓએ મુસ્લિમોને પણ બક્ષ્યા નહોતા. ઘૂસણખોરોએ બારામુલ્લામાં 26 ઓક્ટોબર 1947 ના રોજ લગભગ 11,000 લોકોની હત્યા કરી હતી અને શ્રીનગરમાં મોહરા પાવર સ્ટેશનનો નાશ કર્યો હતો. ”

1948 માં જમ્મુ-કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી શેખ અબ્દુલ્લાએ સંયુક્ત રાષ્ટ્રમાં આ ઘૂસણખોરી વિશે કહ્યું હતું કે, “હુમલો કરનારાઓ આપણી ભૂમિ પર આવ્યા હતા, હજારો લોકોની હત્યા કરી હતી, મોટે ભાગે હિન્દુઓ, શીખ અને મુસ્લિમો પણ હતા. હિન્દુઓ, શીખ અને મુસ્લિમોની હજારો પુત્રીનું અપહરણ કર્યુ. સંપત્તિ લૂંટી અને કાશ્મીમાં ઉનાળાની રાજધાની શ્રીનગરના દરવાજા સુધી પહોંચી ગયા હતા. ”

નિષ્કર્ષમાં, ઇએફએસએએસએ કહ્યું કે, જે લોકો પાકિસ્તાની પ્રચાર અને જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોના કલ્યાણની ચિંતાની વાતો કરે છે, તેઓને ઓક્ટોબર 1947 ના ઇસ્લામાબાદની નીતિને ભૂલવી ન જોઈએ, જેણે બળ દ્વારા રાજ્યને કબજે કરવાની કોશિશ કરી હતી, જે જમ્મુ-કાશ્મીરના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બનયું હતું. જે લોકો દ્વારા આદિવાસી કબિલાની ઘૂસણખોરીની યોજના ઘડી હતી તે લોકો નિ:શંકપણે કાશ્મીરી લોકોના સૌથી મોટા દુશ્મનો છે. 22 ઓક્ટોબર 1947 નો દિવસ, જ્યારે આક્રમણ શરૂ થયું હતુ, તે જમ્મુ-કાશ્મીરના ઇતિહાસમાં સૌથી ખરાબ દિવસ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન