જૂનાગઢ/ ટીંબાવાડી વિસ્તારમાં મોડી રાતે યુવાનની હત્યા

મૃતક યુવકના પિતા અનિલભાઈ વાજા એ જણાવ્યું હતું કે ગતસવારે તેમના ઘર પાસે દરગાહની પાછળ રહેતો અમીન ના

Top Stories Gujarat
  • સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીકીને યુવાનનો ટીમ ઢાળી દેવાયું
  • ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા બે મહિલા સહિત છ શખ્સોએ કર્યો હતો હુમલો

જુનાગઢ શહેરના પોશ ગણાતા વિસ્તાર એવા ટીંબાવાડી વિસ્તારમાં ગતરાત્રીના સમયે એક યુવાનની છરીના આડેધડ ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. જુનાગઢ શહેરમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલી તક્ષશિલા સોસાયટીમાં રહેતા દીપેન અનિલભાઈ વાજા જાતે ધોબી ઉમર 35 નામના યુવાનની છરીના આડેધડ ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક યુવકના પિતા અનિલભાઈ વાજા એ જણાવ્યું હતું કે ગતસવારે તેમના ઘર પાસે દરગાહની પાછળ રહેતો અમીન નામનો શખ્સ અપ શબ્દો બોલતો હોય જેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા તે જતો રહ્યો હતો. ચાર વર્ષ પહેલા પણ સામાપક સાથે માથાકૂટ થઈ હતી.

બાદમાં ગતમોડી રાતે ૧૦ વાગ્યાના અરસામાં ફરી અમીન સહિતનાએ દીપેન વાજા ના ઘર પાસે બોલ બોલ કરતા હોય જેને લઈને ફરી માથાકૂટ થતાં અમીન સહિતના શખ્સોએ છરી વડે હુમલો કરતા દીપેનને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેનું મોત થયું હતું.

જે અંગેની જાણ થતા ડિવાઇએસપી પ્રદીપસિંહ જાડેજા એલસીબી સી ડિવિઝનસહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો આવ્યો હતો, આ હત્યાના બનાવવામાં બે મહિલા સહિત છ શખસોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે જેને લઇને પોલીસે તપાસ કરી કાર્યવાહી શરૂ કરી આરોપીઓને પકડી લેવા છોકરો ગતિમાન કર્યા છે.

National/ ઘડામાંથી પાણી પીવા બદલ દલિત વિદ્યાર્થીને મોતની સજા, શિક્ષકની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ