રાજ્યમાં વરસાદી માહોલ એકવાર ફરી જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, ભરૂચમાં વરસાદી પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લઇને ખેડ઼ૂતો ભારે ચુંતાતુર બન્યા છે. વરસાદી માહોલમાં માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સુચના પણ આપવામાં આવી છે.
રાજ્યમાં નવરાત્રીની શરૂઆતથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેને લઇને હવે રાજ્યનાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હજુ આગામી બે દિવસ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. મંગળવારે દિવસ દરમિયાન 7 તાલુકામાં 1 થી 2.71 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં પોરબંદરનાં રાણાવાવમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 44.65 ઈંચ સાથે સિઝનનો 136.50 ટકા વરસાદ નોંધાયો છે.
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યા 3 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ, 5 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ, જ્યારે 22 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
