bank robbery/ પૂર્વ સોવિયત ગણરાજ્ય જ્યોર્જિયામાં હુમલાખોરોએ બેંકમાં લોકોને બનાવ્યા બંધક

જ્યોર્જિયાનાં પૂર્વ સોવિયત ગણરાજ્યમાં સશસ્ત્ર હુમલાખોરોને ઘણા લોકોને બેંકમાં બંધક બનાવ્યા હતા. સશસ્ત્ર હુમલાખોરે લોકોને અને બેંકનાં કર્મચારીઓને બંધક બનાવ્યા હતા, ત્યારબાદ સનસનાટી ફેલાઇ હતી.

Top Stories World

જ્યોર્જિયાનાં પૂર્વ સોવિયત ગણરાજ્યમાં સશસ્ત્ર હુમલાખોરોને ઘણા લોકોને બેંકમાં બંધક બનાવ્યા હતા. સશસ્ત્ર હુમલાખોરે લોકોને અને બેંકનાં કર્મચારીઓને બંધક બનાવ્યા હતા, ત્યારબાદ સનસનાટી ફેલાઇ હતી. શરૂઆતમાં જ્યોર્જિયાનાં અધિકારીઓને બેંકની અંદર કેટલા લોકોને બંધક બનાવવામાં આવ્યા છે તેની જાણકારી આપવામાં આવી ન હોતી.

જ્યોર્જિયાની પોલીસે આ ઘટનાની માહિતી મળતા જ આ વિસ્તારને સીલ કરી દીધો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, ત્બિલિસી પશ્ચિમી જ્યોર્જિયામાં એક સશસ્ત્ર હુમલાખોરે બેંકની અંદરનાં લોકોને બંધક બનાવવાની અને હાજર લોકોને પોતાની માંગણીઓ મનાવવાનો પ્રયાસ કર્યો. બંધક બનાવનાર હુમલાખોર હેન્ડ ગ્રેનેડથી સજ્જ હતો અને જ્યોર્જિયાનાં રાષ્ટ્રીય માઉન્ટાવરી ટીવી ચેનલનાં જણાવ્યા અનુસાર. 500,000 ડોલરની રોકડની માંગ કરતો હતો.

ટીવીનાં રિપોર્ટ અનુસાર, લગભગ 20 લોકો બેંકની અંદર હાજર હતા. હુમલાખોરે બધાને બંધક બનાવ્યા હતા. હુમલો કરનાર લશ્કરી ગણવેશમાં હતો અને તેનો ચહેરો ઢંકાયો હતો. સુરક્ષા દળો તેમને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.