Not Set/ શું કોરોના ક્યારે જશે તેવો પ્રશ્ન તમને પણ થાય છે, શું તમે જાણો છો “હર્ડ ઇમ્યુનિટી” વિશે?

AMC દ્વારા શહેરના નાગરિકોમાં હર્ડ ઇમ્યુનિટી ચકાસવા અંગે બે મોટા સર્વે કરાયા છે અને AMCએ ત્રીજા સર્વેની કામગીરીનો પણ પ્રારંભ કરી દીધો છે. તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર એન્ટિબોડી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે કારણ કે એક અંદાજ પ્રમાણે શહેરમાંથી 40 ટકા લોકોમાંથી એન્ટી બોડી લુપ્ત થવાનું શરૂ થઇ ગયું છે. અમદાવાદમાં હવે એન્ટી […]

Ahmedabad Gujarat Mantavya Vishesh

AMC દ્વારા શહેરના નાગરિકોમાં હર્ડ ઇમ્યુનિટી ચકાસવા અંગે બે મોટા સર્વે કરાયા છે અને AMCએ ત્રીજા સર્વેની કામગીરીનો પણ પ્રારંભ કરી દીધો છે. તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર એન્ટિબોડી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે કારણ કે એક અંદાજ પ્રમાણે શહેરમાંથી 40 ટકા લોકોમાંથી એન્ટી બોડી લુપ્ત થવાનું શરૂ થઇ ગયું છે.

  • અમદાવાદમાં હવે એન્ટી બોડી થયા લુપ્ત
  • 40 ટકા લોકોમાં એન્ટી બોડી ગાયબ
  • હવે કોરોના ફરીથી બનાવી શકે છે શિકાર
  • હર્ડ ઇમ્યુનિટી માટે શરૂ થયો AMCનો ત્રીજો સર્વે
  • સતર્કતા હટી, દુર્ઘટના ઘટી

What is herd immunity and how can it affect Coronavirus spread? - Times of India

અમદાવાદ/કોરોના મામલે સામે આવ્યા મોટા સમાચાર, ચેતીને રહેજો હજુ પણ નથી વિકસી હર્ડ ઇમ્યુનિટી…

એક સમયે રાજ્યમાં સૌથી વધુ કોરોના કહેર અમદાવાદમાં વર્સી રહ્યો હતો, ત્યાં હવે દરરોજ 150ની આસપાસ કેસ તેમજ 2થી 3 લોકોનાં મોત નોંધાઈ રહ્યાં છે, એટલે કે હવે અમદાવાદીની હર્ડ ઈમ્યુનિટીનો પાવર પહેલાં કરતાં વધ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટીમાં પણ 5.63 ટકાનો વધારો થયો છે. AMC દ્વારા હર્ડ ઇમ્યુનિટી ચકાસવા માટે ૧૫થી ૨૯ ઓગસ્ટ દરમિયાન ૧૦,૩૧૦ એન્ટીબોડી ટેસ્ટ કર્યા હતા જે પૈકી ૨૩૯૬ નાગરિકોમાં પોઝિટિવિટી એટલે કે, ૨૩.૨૪ ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળ્યા હતા. આ પહેલાં ૩૦ હજાર નાગરિકોમાં ૧૭.૬૧ ટકા હર્ડ ઇમ્યુનિટી જોવા મળી હતી. દોઢ મહિનામાં માત્ર ૫.૬૩ ટકા લોકોમાં હર્ડઇમ્યુનિટીનો વધારો થયો હતો. હવે ત્રીજા સરવેના પરિણામો શહેરમાં હર્ડ ઇમ્યુનિટી કેટલી વધી તેના સચોટ તારણો રજુ કરી શકશે.

  • AMCએ અત્યાર સુધી પાંચ લાખથી એન્ટિજન ટેસ્ટ કર્યા
  • ૫૦ હજારથી વધુ RTPCR ટેસ્ટ કર્યા
  • કેસો ઘટી રહ્યા છે, હાલનું તારણ

What is herd immunity and can it stop the coronavirus? | MIT Technology Review

કોઈપણ દેશ માટે કોરોના વાયરસ સામે લડવા માટે ‘હર્ડ ઇમ્યુનિટી’ ખૂબ જ મોટું જોખમ છે: સીએસઆઇઆર

AMC દ્વારા છેલ્લા બે-ત્રણ મહિનાથી કોરોનાનું એગ્રેસિવ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. AMCએ શહેરમાં ૧૦૦ જેટલા તંબુ બાંધીને વિનામૂલ્યે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે જેથી કોરોનાના કેસ ઝડપથી ડિટેક્ટ થઈ રહ્યાં છે. છેલ્લા થોડા સમયમાં કેસ ઘટયાં છે જે રાહતની વાત છે. મ્યુનિ.એ અત્યાર સુધીમાં૫ લાખથી વધુ રેપિડ એન્ટિજન ટેસ્ટ કર્યા છે. ૫૦ હજારથી વધુ RTPCR ટેસ્ટ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારી નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી એક્ટિવ કેસોની સંખ્યા ૩ હજારની અંદર આવી ગઈ છે જ્યારે અમદાવાદ શહેરમાં ૧૦૦ની આસપાસ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. આમ, કોરોનાના કેસ ઘટી રહ્યાં હોવાનું એક તારણ છે..

હર્ડ ઇમ્યુનિટી માટે 70થી 80 ટકા પોઝિટિવિટી જરૂરી

હર્ડ ઇમ્યુનિટી ઓછી કરવા કોર્પોરેશન દ્વારા અસરકારક પગલાં લેવાયાં છે. 23.24 ટકા પોઝિટિવિટી આવી છે અને હર્ડ ઇમ્યુનિટી માટે 70થી 80 ટકા પોઝિટિવિટી જરૂરી છે. એકવાર કોરોનાગ્રસ્ત થયેલી વ્યક્તિમાં એન્ટિબોડી ટકતી નથી. આમાં 40 ટકા લોકોમાં એન્ટિબોડી લુપ્ત થયેલું એવું દર્શાવે છે કે તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે અને એનો વધુ સર્વે જરૂરી છે.

હર્ડ ઇમ્યુનિટી એટલે શું ?

નિષ્ણાતો પ્રમાણે હજુ અમદાવાદ 23 થી 24 ટકા હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચ્યું છે. પરંતુ જ્યારે 100માંથી 60 વ્યક્તિઓ સંક્રમિત થશે ત્યારે હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઇ કહેવાય.