નેહા કક્કર અને રોહનપ્રીત શનિવારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચુક્યા છે. બંનેના લગ્નના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. નેહા લગ્નના દરેક ફંક્શનમાં સુંદર આઉટફીટમાં જોવા મળી રહી છે.

રોકા સેરેમનીથી નેહાના લગ્નના કાર્યક્રમ શરૂ થયા હતા. નેહાએ રોકા સેરેમનીમાં સ્ટાઇલિશ ગુલાબી રંગની સાડી પહેરી હતી.

નેહા કક્કરે હલ્દી સેરેમનીમાં પીળા રંગની સાડી પહેરી હતી. નેહાની સાડી સિમ્પલ હતી પણ નેહા તેમાં સુંદર લાગી રહી હતી. રોહનપ્રીતે પણ પીળો રંગનો કુર્તા પહેર્યો હતો.

મહેંદીમાં નેહાએ લીલો રંગનો લહેંગા પહેર્યો હતો. નેહાનો આ લહેંગા કિલ્ટ ડિઝાઇનર અનિતા ડોંગ્રેએ ડિઝાઇન કર્યો છે. રોહનપ્રીતે મહેંદીમાં હળવા લીલા રંગમાં શેરવાની પહેરી હતી.

સંગીત સમારોહમાં નેહાએ લાલ લહેંગા સાથે સફેદ રંગનો ટોપ પહેર્યો હતો. નેહાનો આ આઉટફિટ ખૂબ જ અલગ અને આકર્ષક હતો.

નેહા કક્કરે ગુરુદ્વારામાં રોહનપ્રીત સાથે લગ્ન કર્યા. આ સમય દરમિયાન બંનેએ લાઇટ પિંક કલરના આઉટફિટ પહેર્યા હતા. વળી, નેહાની જ્વેલરી પણ સુંદર હતી.

લગ્ન સમારંભ બાદ નેહાએ ભારે લાલ લહેંગા પહેર્યો હતો. નેહાનો લહેંગા ખૂબ જ સુંદર હતો. આ સમય દરમિયાન નેહાએ વધારે ઝવેરાત પહેર્યા નહોતા. તેણે ફક્ત એક મોટો ગળાનો હાર, કાનમાં હેવી એરીંગ્સ અને નાની નાથ પહેરી હતી.
