Not Set/ કૃતિ ખરબંદાનો બ્લેક આઉટફીટમાં પોલ ડાંસ વાયરલ

કૃતિ ખરબંદાએ તાજેતરમાં જ તૈશ બસ્ટર ચેલેન્જ તરીકેનો પોલ ડાંસનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Videos

‘હાઉસફુલ 4’ અભિનેત્રી કૃતિ ખરબંદા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે. કૃતિ ખરબંદાએ તાજેતરમાં જ તૈશ બસ્ટર ચેલેન્જ તરીકેનો પોલ ડાંસનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. કૃતિ ખરબંદાનો પોલ ડાંસ વીડિયો અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે, ચાહકો કૃતિ ખરબંદાનાં ડાંસની સતત પ્રશંસા કરી રહ્યા છે.

દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક લગભગ પહોંચ્યો 80 લાખ

બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ દ્વારા કૃતિ ખરબંદાને તૈશ બસ્ટર ચેલેન્જ આપવામાં આવી હતી. ત્યારે અભિનેત્રીએ પોતાનો અદભૂત પોલ ડાંસ વીડિયો શેર કર્યો, જેમાં તેનો અંદાજ ખરેખર જોવા યોગ્ય છે. આ વીડિયોને શેર કરતાં કૃતિ ખરબંદાએ લખ્યું કે, “પુલકિત સમ્રાટ પડકાર સ્વીકાર છે… આ મારું તૈશ બસ્ટર છે.” વીડિયોમાં કૃતિ ખરબંદાનો પોલ ડાંસ એકદમ જબરજસ્ત લાગી રહ્યો છે. તેના વીડિયો પર ટિપ્પણી કરતાં બોલિવૂડ એક્ટ્રેસ સોફી ચૌધરીએ લખ્યું, “જબરદસ્ત…” કાસ્ટ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ પણ કૃતિ ખરબંદાની પ્રશંસા કરી રહ્યા છે.

https://www.instagram.com/p/CG2Oyv7nQ2I/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઇએ કે, કૃતિ ખારબંદા કન્નડ, તેલુગુ અને હિન્દી ભાષામાં તેના કામ માટે ખૂબ જાણીતી છે. અભિનેત્રીએ તેલુગુ ફિલ્મ્સ સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. બોલિવૂડમાં અભિનેત્રીએ ‘રાજ રિબૂટ’ દ્વારા તેની જબરદસ્ત ઓળખ મેળવી હતી. આ પછી અભિનેત્રીની ‘ગેસ્ટ ઇન લંડન’, ‘શાદી મેં આના’, ‘કારવાં’ અને ‘વીરે દી વેડિંગ’ પણ જોવા મળી હતી. કૃતિ ખરબંદા છેલ્લે બોલીવૂડની ફિલ્મ્સ ‘હાઉસફુલ 4’ અને ‘પાગલપંતી’માં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ્સ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં વાનમાં જોવા મળશે.