Viral Video/ વિમાનમાં આ જાનવરને લઇને બેઠી હતી મહિલા, લોકોએ જોયુ તો નિકળી ચીસો

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે, પ્લેનની અંદર એક મહિલા એક પ્રાણીને ખોળામાં લઈને બેઠી હતી.

Videos

ઘણા લોકોને પ્રાણીઓ ઉછેરવાનો શોખ હોય છે. વળી, કેટલાક લોકોને પ્રાણીઓ પ્રત્યે એવો લગાવ હોય છે કે તેઓ તેમને હંમેશા પોતાની સાથે રાખે છે. પ્રવાસ દરમિયાન તેઓ સાથે લઈ જવુ પસંદ કરે છે. પરંતુ, જાનવરનો આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે, પ્લેનની અંદર એક મહિલા એક પ્રાણીને ખોળામાં લઈને બેઠી હતી. આ જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. હવે આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને યુઝર્સ આ વીડિયોને જોરદાર Enjoy કરી રહ્યા છે.

આ પણ વાંચો – OMG! / 60 વર્ષની દાદી સામે 20 વર્ષની પૌત્રીનું ફિગર પણ લાગે છે ફિક્કુ, વિશ્વાસ ન આવે તો જોઇ લો Photos

જરા વિચારો, તમે પ્લેનમાં બેઠા છો અને અચાનક તમને અંદર એક પ્રાણી દેખાઇ જાય છે, તો શું થશે? સ્વાભાવિક છે કે ડરનાં કારણે વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય. આ વાયરલ વીડિયોમાં તમને કંઈક આવું જ જોવા મળશે. વીડિયોમાં એક મહિલા વિન્ડો સીટની બાજુમાં બેઠી છે. મહિલાએ ટુવાલ વડે છુપાવીને પોતાના ખોળામાં કંઈક લીધું છે. પહેલા તો લોકોને સમજ ન પડી કે મામલો શું છે? લોકોએ આ અંગે ક્રૂ મેમ્બરને ફરિયાદ કરી હતી. કારણ કે, નજીકમાં બેઠેલા લોકોને કંઈક વિચિત્ર અવાજ સંભળાયો હતો. ફરિયાદ બાદ ક્રૂ મેમ્બર્સ મહિલા સુધી પહોંચે છે અને તેમની પૂછપરછ કરવામાં આવે છે. ક્રૂ સભ્યો પૂછે છે કે શું તે બિલાડી છે. પરંતુ, મહિલાએ ના પાડી. તે કહે છે કે આ તેનું બાળક છે. પરંતુ, જ્યારે ટુવાલ દૂર કરવામાં આવે છે, ત્યારે દરેક સ્તબ્ધ થઈ જાય છે.

https://twitter.com/BoredAtGym/status/1473062190995365888?s=20

આ પણ વાંચો – OMG! / ગાયે આપ્યો બે માથાવાળા વાછરડાને જન્મ,તો લોકો તેને બીજી દુનિયાનું પ્રાણી કહેવા લાગ્યા

પહેલી નજરે તમે પણ છેતરાઈ ગયા હશો, આ કયું પ્રાણી છે? તો ચાલો તમને જણાવી દઈએ કે આ એક લિન્ક્સ છે. આ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ‘@BoredAtGym’ નામનાં યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વળી, 87 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. કેટલાક લોકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે તો કેટલાક તેના પર હસી રહ્યા છે.