By Election/ CM રૂપાણીએ કહ્યુ- કોંગ્રેસનાં કારણે પક્ષપલટો શરૂ થયો, આ પાર્ટીએ માત્ર…

ગુજરાતમાં પેટા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ જનસભા યોજી રહી છે. ત્યારે આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લીંબડી ખાતે જનસભા યોજી હતી

Top Stories Gujarat

ગુજરાતમાં પેટા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ જનસભા યોજી રહી છે. ત્યારે આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લીંબડી ખાતે જનસભા યોજી હતી, જ્યા તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

PM મોદીએ તેજસ્વી યાદવને ગણાવ્યા જંગલરાજનાં યુવરાજ

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીનો સંખ્યાબળ ઘટતો જઇ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીનાં MLA એ રાજીનામું આપ્યુ જેના કારણે ચૂંટણી ફરી આવી રહી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ કે, સરકારી ભરતી પર કોંગ્રેસે 7 વર્ષ પ્રતિબંધ મુકેલો, ભાજપની સરકારે ભરતીની પ્રક્રિયા ચાલુ કરી હતી. વળી ઝડપથી ભરતી પ્રક્રિયા કરવા સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં દારૂબંધીને લઇને મુખ્યમંત્રીએ કહ્યુ કે, સરકાર દારૂબંધી માટે મક્કમ છે.

સિંધુ ભવન રોડ પર AMC દ્વારા ડિમોલેશન, વિરોધમાં ઉતર્યા સ્થાનિકો

CM રૂપાણીએ કહ્યુ કે, કોંગ્રેસ હોય ત્યાં બેકારી હોય છે. ભાજપ સરકાર ગરીબોની અને ખેડૂતોની સરકાર છે, જ્યારે કોંગ્રેસ માત્ર ખોટા વચનો જ આપે છે. રાજ્યની આઠ બેઠકને લઇને તેમણે કહ્યુ કે, ભાજપ સરકારનો આ બેઠકો પર વિજય થશે. કોંગ્રેસ એ ડુબતી નાવ છે. કોંગ્રેસે પર CM નાં સતત પ્રહાર ચાલુ રહ્યા હતા. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીનાં કારણે પક્ષપલટો શરૂ થયો હતો. ભાજપની સરકારે લોકો માટે કામ કર્યા છે. કોંગ્રેસે માત્ર ખોટા વચનો જ આપ્યા છે. વળી પેટાચૂંટણીનાં પરિણામને લઇને તેમણે કહ્યુ કે, સરકારને તેનાથી કોઇ ફર્ક નહી પડે. સરકાર સ્થિર અને મજબુત છે. જ્યારે કોંગ્રેસનો કલ્ચર આયારામ ગયારામ જેવો રહ્યો છે. આજે કોંગ્રેસ હાર ભાળી ગઇ છે. કોંગ્રેસને શરમ આવી જોઇએ. ભાજપ સરકારે લોકોનાં કામ કર્યા છે.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે, દેશમાં કોંગ્રેસ ભાંગી રહી છે, ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા છે.