Accident/ યુપીનાં બહરાઇચ જિલ્લામાં થયો રોડ અકસ્માત, 6 લોકોનાં મોત, 10 ઘાયલ

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે અને 10 લોકો ઘાયલ થયા છે.

Breaking News

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે અને 10 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના ટ્રક સાથે એક ગાડીની ટક્કરથી થઇ હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ, કિછૌછા શરીફ દરગાહથી ઝિયારતથી પરત ફરી રહેલી ઝાયરીનોની ગાડી એક ટ્રક સાથે ટકરાઈ હતી, ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માત ગોંડા-બહરાઇચ રોડ પર પાયગપુરનાં શિવદાહા ટર્ન પર થયો હતો. માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.