Winter/ રાજ્યમાં ઠંડીનો ચમકારો, ચાર દિવસમાં હજુ વધશે

રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડી વધી રહી છે.

Breaking News

રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડી વધી રહી છે. ગાંધીનગર, વલસાડ સહિતનાં રાજ્યનાં એવા 10 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. જણાવી દઇએ કે, આ ઠંડીનો જોર હજુ વધશે તેવી પણ સંભાવનો છે.

રાજ્યમાં ફુલગુલાબી ઠંડીનો અહેસાસ હવે થવા લાગ્યો છે. જે દર્શાવે છે કે શિયાળામાં ઠંડીનું સત્તાવાર આગમન થઇ ગયુ છે. અમદાવાદમાં લઘુત્તમ 17.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 23.5,રાજકોટમાં 19.4 ડિગ્રી લઘુ.તાપમાન, જ્યારે ગાંધીનગર-વલસાડમાં સૌથી લઘુત્તમ તાપમાન છે. આગામી દિવસોમાં ઠંડીમાં  વધારો થવાની પૂરી સંભાવનાઓ છે.