વડોદરામાં બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે કિશોરી સાથે દુષ્કર્મના આરોપો લાગી ચુક્યા છે, ત્યારે હવે આ મામલે પોલીસ એકશનમાં આવી ગઈ છે અને પ્રશાંતની ખાસ શિષ્યા દિશા જોનની ઝડપી લીધી હતી. આ ઉપરાંત પોલીસે ૪ આરોપીઓની પણ અટકાયત કરી છે.
આ મામલે મળતી માહિતી મુજબ, પોલીસે દિશા જાનીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે. પ્રશાંતની શિષ્યા દિશા અને દીક્ષાએ કિશોરીને પ્રશાંતના રૂમમાં મોકલતી હતી. જો કે આ કેસમાં પોલીસે દીક્ષા જસવાની ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાનું બહાર આવ્યું છે.
આ પણ અવંચો : ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ યથાવત, હવે અમદાવાદમાં એક મહિલા સાથે ગેંગરેપ
આપને જણાવી દઈએ કે, દુષ્કર્મના આરોપી અને પાંખડી પ્રશાંતની ત્રણ શિષ્યા દિશા દિશા જોન, દીક્ષા જસવાની તથા ઉન્નતિ જોષી પણ દુષ્કર્મ કેસમાં સામેલ હોવાનો આરોપ પીડિતાએ પોલીસ ફરિયાદમાં લગાવ્યો છે.
આ ત્રણેય શિષ્યા પ્રશાંતનાં અનેક રહસ્યો જાણે છે. આ પહેલા પ પાખંડી પ્રશાંત ભૂતકાળમાં નોંધાયેલી દુષ્કર્મ અને ઠગાઇની ફરિયાદના કેસમાં જેલની હવા ખાઇ રહ્યો છે. આ કેસમાં પૂછપરછ કરવા પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો લેવાની તજવીજ શરૂ કરી છે.
આ પણ અવંચો :કોરોના વચ્ચે થરાદ-ધાનેરામાં વધુ એક બીમારીએ ઉચક્યું માથું, તંત્ર થયું એલર્ટ
