પંચમહાલ શહેરા-તાલુકામાં ૦ થી ૧૮ વર્ષ સુધીના ૧૮૨ જેટલા અનાથ બાળકો આવેલા છે. આ બાળકોને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સ્પેશિયલ એજ્યુકેટર અને આઈ.ઈ.ડી.એસ.એસ.ની કામગીરી ના ભાગરૂપે શાળા મુલાકાત, ફળીયા મુલાકાત અને વાલી મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ અનાથ બાળકોને પાલક માતા પિતા યોજનાનો લાભ દ્વારા માતા પિતાની છત્રછાયા મળી રહે તે માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ જમા કરાવવામાં આવે છે. તેના આધારે સ્થળ અને ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ પ્રત્યેક વ્યક્તિ ગત અનાથ બાળક કે પાલક માતા પિતાના બેંક ખાતામાં માસિક ૩૦૦૦ રૂપિયા મુજબ વાર્ષિક ૩૬ હજાર જમા કરાવવામાં આવે છે.

શહેરા તાલુકાના ૧૮૨ બાળકોના ૬૫ લાખ ૫૨૦૦૦ હજાર જેટલી માતબર રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ દ્વારા પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવતા અનાથ બાળકોની મુલાકાત લઈ તેમની વિશેષ કાળજી રાખવામાં આવે છે.
પટેલ ફળીયા પ્રાથમિક શાળાના પોષક વિસ્તારમાં આવેલા પગી ફળિયામાં અનાથ બાળકોની મુલાકાત દરમિયાન રાહુલ અને દીપિકા બન્ને ભાઈ બહેન સાથે લાભ મળવા બાબતે અને શિક્ષણ સંદર્ભે વાર્તાલાપ કર્યો હતો. તાલુકાના ૧૮૨ અનાથ બાળકોને માતા-પિતાની છત્રછાયા હેઠળ સારું શિક્ષણ, પાલન પોષણ અને રહેવા માટે સારું ઘર મળે તે માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડો. કલ્પેશ આર.પરમાર અને તેમની ટીમ સમગ્ર શિક્ષા અભિયાન શહેરા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો આભાર વ્યક્ત કરી તેમના સહયોગ માં રહી એક પણ અનાથ બાળક પાલક માતા પિતા યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સતત પ્રયત્નશીલ અને પ્રતિબંધ રહે છે.
