Jamnagar/ GMBની સિક્યોરિટી વિંગમાં થયો કોરોના બ્લાસ્ટ, 17 સુરક્ષા જવાનોને થયો કોરોના

જામનગરમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં પોર્ટની સિક્યુરિટી વિભાગના 16 જેટલાં જવાન કે જેઓ છેલ્લા કેટલાંક સમયથી બેડી બંદરની નવી જેટી અને જૂની જેટી ઉપર ફરજ બજાવી રહ્યાં છે.

Top Stories Gujarat Others

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર 

  • જામનગરમાં 17 સુરક્ષા જવાનોને કોરોના
  • GMBની સિક્યોરિટી વિંગનાં 17 સુરક્ષા જવાનોને કોરોના
  • તેમનાં પરિવારનાં 70 જેટલાં સભ્યોની તપાસ
  • 70 જેટલાં સભ્યોને કરાયા કવોરોન્ટાઇન
  • જામનગરમાં 17 સુરક્ષા જવાનોને કોરોના
  • GMBની સિક્યોરિટી વિંગનાં 17 સુરક્ષા જવાનોને કોરોના
  • તેમનાં પરિવારનાં 70 જેટલાં સભ્યોની તપાસ
  • 70 જેટલાં સભ્યોને કરાયા કવોરોન્ટાઇન

જામનગરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ ખાતે પોર્ટની સિક્યુરિટી માટે ફરજ બજાવતા બોર્ડર વિંગના 17 જેટલા સુરક્ષા જવાનો એક સાથે કોરોના પોઝિટિવ થયાં છે.તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હોવાથી હાલ તેઓને જીએમબીની પોર્ટ કોલોનીના ક્વાર્ટર્સમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. જે તમામ એકલાં રહેતાં હોવાથી પ્રત્યેકને અલગ – અલગ રૂમમાં રખાયાં છે અને તબીબી સારવાર ચાલી રહી છે. તેઓના સંપર્કમાં આવનારાં અન્ય લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો : ગુજરાતમાં દુષ્કર્મ ક્યાં સુધી? હવે જૂનાગઢમાં 12 બાળકી સાથે નરાધમે આચર્યું કૃત્ય

જાણવા મળતી વિગતો મુજબ જામનગરમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં પોર્ટની સિક્યુરિટી વિભાગના 17 જેટલાં જવાન કે જેઓ છેલ્લા કેટલાંક સમયથી બેડી બંદરની નવી જેટી અને જૂની જેટી ઉપર ફરજ બજાવી રહ્યાં છે. જે પૈકીના 17 જેટલાં જવાનોને કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામના પોઝિટિવ રિપોર્ટ આવ્યાં હોવાથી તેઓને તાત્કાલિક અસરથી પોર્ટ કોલોનીમાં તેઓના કવાર્ટરમાં હોમ કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો :કોરોના વાયરસનો રિકવરી રેટ 92% થી વધુ, જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા સાજા

ઉપરાંત તેઓના સંપર્કમાં આવનારા લોકોના પણ કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે. તમામ જવાનો પરપ્રાંતિય હોવાથી અને તેઓનો પરિવાર કોઈ જામનગરમાં ન હોવાથી વ્યક્તિગત રીતે અને અલગ રૂમમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યાં છે જેઓની તબીબી સારવાર ચાલી રહી છે, એક પણ જવાનને જીજી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ન હોવાથી હોમ કોરેન્ટાઈન કરીને રખાયાં છે. એક સાથે 17 જવાનોના પોઝિટિવ રિપોર્ટ મળ્યાં હોવાથી સિક્યુરિટી વિભાગમાં ભારે દોડધામ થઈ છે.