Gujarat High Court/ હાર્દિક પટેલની સુધારી દિવાળી, રાજ્યની બહાર જવા hc એ આપી પરવાનગી

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને દિવાળી પહેલા ગુજરાત હાઈ કોર્ટે મોટી ભેટ આપી છે. હાર્દિક પટેલ ને ગુજરાત રાજ્યની બહાર જવા માટે પરવાનગી આપી છે.

Ahmedabad Gujarat

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને દિવાળી પહેલા ગુજરાત હાઈ કોર્ટે મોટી ભેટ આપી છે. હાર્દિક પટેલ ને ગુજરાત રાજ્યની બહાર જવા માટે પરવાનગી આપી છે.

Coronavirus / કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ…

નોધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને રાજ્ય બહાર જવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને આજે ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી છે. હાર્દિક પટેલને 11 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી હાઈકોર્ટે ગુજરાત બહાર જવાની મંજુરી આપી છે. હાર્દિક પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે તેમને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા મંજુરી આપવામાં આવે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે રાજ્ય બહાર જવા માંગે છે. તે ઉપરાંત હાર્દિકની સામે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા કેસ પેન્ડિંગ છે અને તેના માટે વકિલોનું માર્ગદર્શન જરુરી હોવાથી અવાર નવાર દિલ્હી જવાની જરૂર પડે છે.

Dwarkadhish Temple / દિવાળી પર્વ દરમિયાન જગત મંદિર દર્શનના સમયમાં કરાયો ફેરફાર…

નોધનીય છે કે, અગાઉ કોર્ટે રાજદ્રોહ કેસમાં રાજ્યની બહાર ન જવાની શરતે જામીન હાર્દિકને આપ્યા હતા.