Suicide/ હળવદના LRD જવાને આત્મહત્યા કરી લેતા મચી ચકચાર

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામના LRD જવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. LRD જવાને તેના જ ઘરમાં પોતાને રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી.

Gujarat Others
  • મોરબી હળવદના LRD જવાને કરી આત્મહત્યા
  • સાપકડા ગામના LRD જવાને કરી આત્મહત્યા
  • રિવોલ્વરથી પોતાને ઘરે ગોળી મારી આપઘાત
  • મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાજ્યમાં દિનપ્રતિ દિન આત્મહત્યાને કેસમાં વધારો થઇ રહ્યો છે. આવામાં વધુ એક આત્મહત્યાની ઘટના મોરબી જીલ્લાના હળવદ તાલુકાથી સામે આવી છે. જ્યાં એક LRD જવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. આપને જણાવી દઈએ કે, હળવદના સાપકડા ગામના LRD જવાને તેના જ ઘરમાં પોતાને રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.