ન્યાય/ અર્ણબ ગોસ્વામી પહોચ્યાં સુપ્રીમને શરણે, બોમ્બે હાઈકોર્ટે ના આપી રાહત

રિપબ્લિક ટીવીના ચીફ એડિટર-ઇન-ચીફ અર્ણબ ગોસ્વામી (47) એ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

India

રિપબ્લિક ટીવીના ચીફ એડિટર-ઇન-ચીફ અર્ણબ ગોસ્વામી (47) એ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હાઈ કોર્ટે કહ્યું હતું કે તેઓને નીચલી અદાલતમાં જવું જોઈએ. અર્ણબે સોમવારે અલીબાગ સેશન કોર્ટમાં અરજી પણ કરી હતી.

Bihar Result / પરિણામો વચ્ચે શિવસેનાએ કરી તેજસ્વી યાદવની પ્રશંસા, રાઉતે કહ્…

અર્નબ ઉપર માતા-પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો

4  નવેમ્બરના રોજ અર્ણબની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મુંબઈના ઇન્ટિરિયર ડિઝાઇનર અનવય અને તેની માતાને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો  આરોપ મૂક્યો હતો. તેઓ 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. શનિવારની રાત સુધી તેમને અલીબાગની એક શાળામાં અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા હતા. રવિવારે સવારે તેને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યા છે.

#CoronaUpdate / દૈનિક કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોધાયા 38074 નવા કેસ&#…

રિપબ્લિક ટીવી AVP ની અટકાયત

મુંબઈ પોલીસે મંગળવારે સવારે રિપબ્લિક ટીવીના સહાયક (એવીપી) ઘનશ્યામના ઘરે દરોડો પાડ્યો હતો અને તેમને કસ્ટડીમાં લીધા હતા. બનાવટી ટીઆરપીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પોલીસે ઘનશ્યામની 30 કલાકથી વધુ પૂછપરછ કરી હતી.