મહામારી કોરોનાએ આખા હવે ને પોતાના ભરડા માં લીધું છે. ત્યારે ગુજરાત હિત વિશ્વના અનેક દેશોમાં કોરોના નો અહેર ફરી એકવાર વધતો નજર આવી રહ્યો છે. હવે એક ફિલ્મ અભિનેતાનું કોરોનાને કારણે મોત થયાના સમાચાર સામે આવી રહ્યા ચ છે. ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં પાકિસ્તાન ના પોલીસ અધિકારી ની ભૂમિકા ભજવનાર અને મુળે હિમાચલના રહેવાસી હરીશ બાંચતાનું કોરોનાને કારણે દુખદ નિધન થયું છે. દુઃખ ની વાત તો એ છે કે અભિનેતા હરીશ બાંચતાના મૃત્યુના એક દિવસ પહેલા જ તેઓના માતા નું મોત થઈ ગયું હતું.

સ્વ. હરીશ લગભગ 18 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ હતા. 48 વર્ષના હરીશે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં નામ બનાવ્યુ હતું. પરંતુ બજરંગી ભાઈજાનમાં અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સ્વર્ગસ્થ હરીશે પાકિસ્તાની પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.

હરીશે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. સીઆઈડી અને ક્રાઇમ પેટ્રોલમાં કામ કર્યું અને તેમનો લોખંડી ચહેરો કડક પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતો હતો. સામાન્ય તાવ પછી હરીશને રોહડુથી આઇજીએમસી ખસેડવામાં આવ્યા હતા. સોમવારે રાત્રે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અંતિમ સંસ્કાર મંગળવારે સાંજે કોરોના પ્રોટોકોલ અંતર્ગત પૈતૃક ક્ષેત્ર કનોલોગમાં કરવામાં આવ્યા છે. હરીશની એકમાત્ર સંતાન એવી દીકરી ધો. 9 મા અભ્યાસ કરે છે તેણે પિતા ની છત્રછાયા ગુમાવી છે.
