Ahmedabad/ ચેરિટી કમિશનરનો કેમ્પ હનુમાન મંદિરને તાત્કાલિક ખોલવા હુકમ

અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાનમાં મોટી સંખ્યામાં ભક્તો હનુમાન દાદાનાં દર્શન કરવા આવે છે. દર શનિવારે અને મંગળવારે અહી ભક્તોનું પૂર જોવા મળતુ હોય છે. જો કે કોરોનાવાયરસની મહામારીને કારણે સાત મહિનાથી કેમ્પ હનુમાન મંદિરને બંધ કરવામાં આવ્યુ હતુ. કોરોનાવાયરસનાં કારણે દેશમાં વડા પ્રધાન મોદીએ લોકડાઉનની જાહેરાત કરી હતી. સંપૂર્ણ દેશને આ દરમિયાન લોક કરી દેવામાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાનમાં મોટી સંખ્યામાં ભક્તો હનુમાન દાદાનાં દર્શન કરવા આવે છે. દર શનિવારે અને મંગળવારે અહી ભક્તોનું પૂર જોવા મળતુ હોય છે. જો કે કોરોનાવાયરસની મહામારીને કારણે સાત મહિનાથી કેમ્પ હનુમાન મંદિરને બંધ કરવામાં આવ્યુ હતુ.

કોરોનાવાયરસનાં કારણે દેશમાં વડા પ્રધાન મોદીએ લોકડાઉનની જાહેરાત કરી હતી. સંપૂર્ણ દેશને આ દરમિયાન લોક કરી દેવામાં આવ્યો હતો. ત્યારે કેમ્પ હનુમાન મંદરને પણ બંધ કરવામાં આવ્યુ હતુ. જો કે હવે ધીરે ધીરે બધુ ખુલવા જઇ રહ્યુ છે ત્યારે ઘણા સમયથી કેમ્પ હનુમાન મંદિર ખુલવાની ભક્તો ખૂબ રાહ જોઇ રહ્યા હતા. જો કે હવે ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચેરિટી કમિશનરે કેમ્પ હનુમાન મંદિર ખોલવાનો તાત્કાલિક હુકમ કર્યો છે. કેમ્પ હનુમાન મંદિરને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરતા ખોલવાનો હુકમ આપવામાં આવ્યો છે. 

દિવાળીનો તહેવાર બની ન જાય મોટી મુસિબત, બજારોમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે લોકો

Google Photos ની આ સુવિધા થઇ રહી છે બંધ, યૂઝર્સે આપવો પડશે ચાર્જ

આપને જણાવી દઇએ કે, અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ચેરિટી કમિશનરે તાત્કાલિક ધોરણે ખોલવા હુકમ કર્યો છે. છેલ્લા 7 મહિનાથી શાહિબાગ સ્થિત કેમ્પનું હનુમાન મંદિર બંધ છે. ચેરિટી કમિશનરે કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી મંદિર ખોલવાની માગ ચલાવી છે. મંદિરનાં ટ્રસ્ટીઓ અને સેનાનાં અધિકારીઓની સંમતિથી મંદિર કઈ શરતોને આધારે ખોલવામાં આવે તે અંગે તાત્કાલિક નિર્ણય લેવાની માગ ચેરિટી કમિશનરે કરી છે. કેમ્પ હનુમાન મંદિર ખોલવાને લઈને ટ્રસ્ટી પાર્થિવ શાહે કહ્યું છે કે, રાષ્ટ્રહિત અને સૈનિકોના હિતમાં મંદિર ખોલવાનો નિર્ણય કરાશે. તો મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું કે ચેરિટી કમિશનરના આદેશને લઈને બેઠકમાં ચર્ચા કરાશે અને 25 તારીખ પહેલા નિરાકરણ લાવવાની પણ વાત કરી. બે મહિના પહેલાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા માટે દર્શનાર્થીઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. હનુમાન મંદિરને ખોલવામાં આવે તેવી ભક્તોની માગ હતી.

જણાવી દઇએ કે, હનુમાન કેમ્પ મંદિર ખોલવા માટે શ્રદ્ધાળુઓએ અભિયાન પણ શરૂ કર્યું હતું. મંદિર ખોલવા માટે ભક્તો સતત માંગ કરી રહ્યા હતા. અનલોકનાં તબક્કામાં કેન્દ્ર સરકારે મંદિર ખોલવા માટે પરવાનગી આપી દીધી હતી. પણ આર્મી દ્વારા હનુમાન કેમ્પનાં દરવાજા ખોલવા માટે મંજૂરી અપાઈ ન હોતી. જે બાદ આ મામલે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી હતી. અને ભક્તોની તરફેણમાં ચુકાદો આપતાં ચેરિટી કમિશનરે મંદિર ખોલવા માટે આદેશ કર્યો છે.