Accident/ પ્રતાપગઢમાં જાનૈયાઓથી ભરેલી બોલેરો ટ્રક સાથે અથડાઈ, 14 નાં મોત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં જાનૈયાઓથી ભરેલી બોલેરો ઉભેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ છે.

Top Stories India

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં જાનૈયાઓથી ભરેલી બોલેરો ઉભેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ છે. માહિતી મળતાની સાથે જ એસપી અનુરાગ આર્ય ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ ઘટના લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ હોવાનું જણાવાયું છે. કુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના જીગરાપુર ચોસાથી ગુરુવારે રાત્રે નવાબગંજના શેખવાપુરમાં જાન ગઈ હતી. રાત્રે 2 વાગ્યે જાનૈયાઓ બોલેરોથી પરત ફરી રહ્યા હતા. માણિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેશરાજના ઇનારા નજીક રોડ પર પાર્ક કરેલી ટ્રક સાથે બોલેરો ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં બોલેરોમાં સવાર 14 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં 5 બાળકો હોવાનું જણાવાયું છે પોલીસે મૃતદેહોને કબજે કર્યા છે.