Surat News:સુરતમાં અવારનવાર મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાતી રહે છે. ત્યારે વધુ એક વખતે મેટ્રો કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. શહેરના નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીક મેટ્રો કામગરી દરમિયાન ક્રેન તૂટી પડ્યા દુર્ઘટના સર્જાઈ છે. જણાવીએ કે, મેટ્રોની ક્રેન તૂટીને એક મકાન પર પડી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ મકાનને ઘણું નુકસાન થયું છે.ઘટનાની જાણ થતા જ, ફાયર , પોલીસ અને મેટ્રોની ટીમ ઘટના સ્થળે પહોચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.
![]()
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી મારી ગઈ હોવાની ઘટના બની હતી. નાના વરાછા વિસ્તારના આ ઘટના છે, જ્યાં ક્રેન પલટી મારી જતાં મકાનને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
![]()
ઘટનાની લાઇવ તસવીરો સામે આવી છે. જેમાં જોઇ શકાય છે કે પહેલા ક્રેન એક તરફ ઝૂકી ગઇ હતી અને જોતજોતામાં મકાન પર પડી હતી.
આ પણ વાંચો:ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યો, સુરતમાં મેટ્રો બ્રિજના બે ભાગ થયા
આ પણ વાંચો:સુરત શહેરમાં મેટ્રો પ્રોજેકટની કામગીરીથી લોકોને પડી રહી છે હાલાકી
આ પણ વાંચો:સુરતમાં મેટ્રોની બેદરકારીના લીધી યુવકનો લેવાયો ભોગ
