રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ મયુરસિંહ સતુભા જાડેજા વિરુદ્ધ 2 ફરિયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. દાખલ કરવામાં આવેલી બે ફરિયાદમાં રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વૈષ્યવૃતિ કરાવવાની એક ફરિયાદ દાખલ થઇ છે, ત્યારે બીજી બાજુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં જબરસ્તી મકાન ખાલી કરાવી કબ્જે કરવાની બીજી ફરિયાદ દાખલ થઇ છે.
આ પણ વાંચો – Corona Guidelines / લાગે છે ફરી એક વખત કોરોનાની માર્ગદર્શીકા યાદ અપાવવાનો સમય આવ…
આરોપી મયૂરસિંહ જાડેજાએ ફરિયાદીને વ્યાજે રૂપિયા આપી તેની પાસેથી મકાન કબ્જે કર્યું હતું. મયુરસિંહ જાડેજા સ્થાનિક કોંગ્રેસમાં આગેવાન છે, આ સાથે તેના પત્ની વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર પણ છે. મયુરસિંહ જોડેજા નું 2 ગુન્હામાં નામ ખુલતા અને તેમના વિરુદ્ધ ફરિયાદ થતા સ્થાનિક રાજકારણ ગરમાયુ હોવાનું સામે આવી રહ્યું છે.