આજ થી અમદાવાદમાં 57 કલાકનો ફરફ્યુ લાગશે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ફરફ્યુ દરમિયાન કાર્યરત રહેશે. અમદાવાદ એરપોર્ટ પર તમામ ફલાઈટ રાબેત મુજબ શરૂ રહેશે, પ્રવાસીઓ ટિકિટ બતાવીને એરપોર્ટ જઈ શકશે. પ્રવાસીઓએ ટિકિટ સાથે પુરાવા રાખવા ફરજિયાત છે. જો કે, પ્રવાસીને લેવા કે મુકવા જતા લોકો માટે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્વાભાવીક રીતે જ જ્યારે સમગ્ર શહેરમાં કરફ્યુ હોય ત્યારે એક્સ્ટ્રનલ વાહન વ્યાવસ્થા પણ ન જ સાંપડી શકે. આવા સંજોગોમા એરપોર્ટ સુધી પહોંચવા કે એરપોર્ટ પર થી આવવા શું કરવું – કોઇ લેવા મુકવા જઇ શકશે કે કેમ અને જો લેવા મુકવા માટે જઇ શકશે તો શું નિયમો સાથે તેની સ્પષ્ટતા અત્રે અનિવાર્ય જણાય છે, લોકોની લાગણી છે કે, આ સ્પષ્ટતા હોય તો તે સમયે હેરાનગતી ન થાય.
- આજ રાતથી અમદાવાદમાં લાગશે કર્ફયુ
- અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ
- અમદાવાદ એરપોર્ટ કર્ફ્યુ દરમ્યાન રહેશે કાર્યરત
- અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રાબેતા મુજબ
- પ્રવાસીઓ ટિકિટ બતાવીને જઇ શકશે એરપોર્ટ
- ટિકિટ સાથે ઓળખ પુરાવો રાખવો ફરજીયાત
