#tradition/ તુલસીજીનાં આ ઉપાયથી ઘરમાં એટલું ધન આવશે કે, સાત પેઢી રાજ કરશે

તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે જ થઈ જાય છે

Top Stories Dharma & Bhakti

તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે જ થઈ જાય છે એજ રીતે  જેમ કાળા ધતુરામાં પણ ભગવાન શિવનો વાસ છે. એટલે કે કાળો ઘતુરો ભગવાન શિવનુ રૂપ છે.  તુલસીની વાત કરીએ તો તુલસીના જડમાં ભગવાન બ્રહ્માનો વાસ છે તેથી જો તમે તુલસીના આ ઉપાય કરશો તો તમારા પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપા થવાથી તમને તુલસીના આ 3 ઉપાયોના અચૂક ફાયદા જોવા મળશે.

The Holy Trinity TRIDEV Brahma, Vishnu, Mahesh | Hinduism, Hindu gods,  Hindus

તમે ભગવાનને જ્યારે પણ ભોગ લગાવો ત્યારે તેમા તુલસીના પાન જરૂર મુકો. કારણ કે તુલસીના પાન ભોજનને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. તમે જોયુ હશે કે જ્યારે પણ ગ્રહણ પડવાનુ  હોય ત્યારે જો તમારા ઘરમાં કોઈ ભોજન કે કોઈ ખાવાની વસ્તુ કે પાણી બચ્યુ હોય તો આપ કે આપના વડીલો તેમા તુલસીના પાન નાખી દે છે. તુલસીના પત્તા પવિત્ર હોવાથી જે વસ્તુમાં તુલસીના પાન મુકવામાં આવે છે તેના પર ગ્રહણના દુષ્પ્રભાવ પડતા નથી.

dharma / કપાળ ઉપર વાર અનુસાર તિલક લગાવવાથી ચમત્કારિક પરિણામો મળી શકે …

Bhagwan Ka Prasad: Facts And Information About Prasad In Hindi - यदि आप भी  बेचते या खरीदते हैं प्रसाद, तो आपको भोगना पड़ सकता है नर्क | Patrika News

શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રો મુજબ માણસના મૃત્યુ પછી કે તેના મૃત્યુના સમયે મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે છે. એવી માન્યતા છે કે જો મૃત્યુ પામેલા વ્યક્તિના મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.   જો તમને એવુ લાગે કે તમારા લાખો પ્રયાસ છતા પણ તમારા વેપારમાં ઉન્નતિ નથી થઈ રહી કે સફળતા નથી મળી રહી તો તમે ફક્ત ગુરૂવારે આ એક ઉપાય કરો

Good health tip #2:Chew tulsi leaves to get rid of mouth ulcers |  TheHealthSite.com

જો તમે ગુરૂવારે ન કરી શકતા હોય તો કોઈ શુભ દિવસે શુભ મુહુર્તમાં આ ઉપાય કરી શકો છો. આ માટે તમને કાળી તુલસી જોઈશે જેને શ્યામા તુલસી કહે છે એ લો અને તેને ખરપતવાર સહિત પીળા કપડામાં બાંધીને તેને તમારા બિઝનેસ સ્થળ એટલે કે દુકાનમાં ગમે ત્યા મુકશો તો તમારા વેપારમાં ગતિ પ્રગતિ થશે. તુલસી પવિત્ર હોય છે તેથી તુલસી તોડતી વખતે તેની આસપાસ જે ઘાસ ઉગી જાય છે પણ પવિત્ર કહેવાય છે તેથી તેને તુલસી સાથે પીળા કપડામાં બાંધવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે.

dharma / આવતી કાલે સોમવતી અમાસ, અજમાવો આ ઉપાય, પૈસાનો વરસાદ થશે…

Tulsi Plant For Good Luck And Money : Know These Things While Keeping Tulsi  In Home | तुलसी के पास भूलकर भी न रखें ये 5 चीजें, बढ़ जाती है आर्थिक  परेशानी -

દર રવિવારે તુલસીની જડમાં જળ ચઢાવો અને જળ ચઢાવતી વખતે જળમાં થોડુ ગંગાજળ જરૂર મિક્સ કરો. જળ ચઢાવતી વખતે ૐ તુલસેય નમ નો જાપ કરો. જો તમને જળ ચઢાવતે વખતે કોઈ સુહાગન દેખાય જાય તો તેને તિલક લગાવો અને તુલસીને તિલક લગાવો. અને તુલસીની પૂજા કરો. સુહાગન સાક્ષાત લક્ષ્મીનુ રૂપ છે.

सुबह-सुबह तुलसी पर जल चढ़ाते हुए बोल दें ये छोटा सा मंत्र, धन-धान्य से भर  जाएगा घर

જો તમારા ઘરમાં તમારુ બાળક તમારી કોઈ વાત ન માનતુ હોય તો તુલસીના ત્રણ પાન લો. આ પાન તમે રવિવાર અને અગિયાર છોડીને ક્યારેય પણ તોડી શકો છો.તુલસીના આ પાન તમારે સતત તમારા બાળકને જે તમારી વાત નથી માનતુ કે તમારા કહ્યામાં નથી તેને ખવડાવવાના છે.થોડાક જ સમય પછી તમને સંતાનના વ્યવ્હારમાં સુધાર જોવા મળશે. તુલસીનો કોઈપણ ઉપાય કરતા પહેલા એ વાતનુ ધ્યાન રાખો કે તુલસીનો છોડ તમારા ઘરમાં હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશામાં ન હોય તો આ ઉપાય કરવાના એક દિવસ પહેલા જ તેને પૂર્વ દિશામાં મુકી દો.

know the special aspects about shaligram bhagwan and tulsi | Tulsi Vivah  2020: शालिग्राम संग तुलसी लेंगी 7 फेरे, जानिए क्यों हैं वे इतने खास | Hindi  News,

જો તમારા ઘરમાં કે તમારા કોઈ પરિચિતના ઘરમાં કોઈ કન્યા છે જેનુ લગ્ન નથી થઈ રહ્યુ તો તેમણે તુલસીનો છોડ ઘરના દક્ષિણ-પૂર્વમાં મુકીને એ તુલસીના છોડની એ કન્યા દ્વારા નિયમિત પૂજા કરાવવી. આવુ કરવાથી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ જશે.  તુલસીનો છોડ ઘરમાં મુકવાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.

Adhik Maas Tulsi Puja Know Significance and Importance of tulsi pujan in  this month

જો તમે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો છો તો તુલસીનો નવો છોડ ખરીદીને દેવતાનુ ચિત્ર અને ગૌમૂત્ર નો પ્રવેશ સૌ પહેલા કરાવવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં સાંમજસ્યનુ વાતાવરણ કાયમ રહે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી.

તો મિત્રો આ હતા તુલસીના કેટલાક અચૂક ઉપાય.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.

 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે ફક્ત સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…