Not Set/ 5 માપદંડ સાથેનાં જ કોરોના દર્દીને કરાશે હોસ્પિટલાઇઝ, બાકી બધા થશે હોમ આઇસોલેટ

દેશ સહિત ગુજરાતમાં કોરોનાનો હાહાકાર ફરી એક વખત બુલંદી પર પહોંચ્યો હોવાનું કોરોનાનાં આંકડા ચાડી ખાઇ રહ્યા છે. ગુજરાતમાં પણ ખાસ કરીને કોરોનાનું પ્રથમ એપી સેન્ટર ગણાતુ અમદાવાદ આમા

Top Stories Ahmedabad Gujarat Breaking News

દેશ સહિત ગુજરાતમાં કોરોનાનો હાહાકાર ફરી એક વખત બુલંદી પર પહોંચ્યો હોવાનું કોરોનાનાં આંકડા ચાડી ખાઇ રહ્યા છે. ગુજરાતમાં પણ ખાસ કરીને કોરોનાનું પ્રથમ એપી સેન્ટર ગણાતુ અમદાવાદ આમા અસાધારણ રીતે આ વખતે પણ મોખરે છે. કોરોનાનું સંક્રમણ એટલી હદે શહેરને પોતાના આહોશમાં લઇ ચૂક્યું છે કે, શહેરની હોસ્પિટલો ફૂલ હોવાની વિગતો ચર્ચામાં છે. સાથે સાથે શહેરના ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ મહત્તમ બેડ દર્દીઓથી ભરાઇ ચુક્યા છે. જેથી બેડ નહી હોવાની સતત મળતી ફરિયાદને કારણે 5 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હવેથી ક્રાઇટેરિયા મુજબ જ સારવાર આપવામાં આવશે. અને ક્રાઇટેરિયા મુજબ જ સારવાર આપવામાં આવે તો 10થી 15 ટકા જેટલા જ કોરોના પોઝિટિવ દર્દીઓને જ આપવામાં આવશે. તમામ કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, આ ઉપરાંત યુવાનોમાં જો ગંભીર લક્ષણો ન હોય તો તેમને હોમ ક્વોરન્ટાઇન પણ કરી શકાય છે. ઉપરાંત વયોવૃદ્ધ હોય અને પહેલાથી જ કોઇ રોગ કે બિમારી ધરાવતા હોય તેમને સારવારમાં પ્રાથમિકતા અપાશે. ખાસ કરીને લીવર, કોઇ અંગોનું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ, BP – હાઇ કે લો, એચઆઇવી ઇન્ફેક્શન હોય તેવા દર્દીઓને સારવારમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમને તત્કાલ સારવાર મળી રહે તે માટે પ્રયાો કરવામાં આવશે.

આ છે કોરોનાનાં પાંચ માપદંડ, આના દ્વારા નક્કી કરવામાં આવશે

1. 60 વર્ષથી ઉપરના કોવિડ દર્દીઓને પ્રાથમિકતા નક્કી
2. છેલ્લા 3 દિવસથી કોવિડ દર્દીનું શરીર તાપમાન 101 ફેરનહિટ કરતા વધારે હોય
3. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 94 ટકા કરતા ઘટી ગયેલું હોય
4. કોરોના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહ્યા હોય
5. ફેફસા સિવાય શરીરના કોઇ અંગમાં તકલીફ થઇ રહી હોય તેવા દર્દીઓ

લક્ષણો ન હોય તેવા દર્દીઓને હોમ ક્વોરન્ટિન

પાંચ માપદંડો સિવાયનો જો કોઇ કોવિડ દર્દી દાકલ થવા ઇચ્છે તો હોસ્પિટલો ડોક્ટર સ્થિતી અનુસાર નિર્ણય લેશે. આ મુદ્દે હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હવે ખાનગી હોસ્પિટલમાં સીધા દર્દીઓને દાખલ નહી કરવામાં આવે. જે ડોક્ટરના રેફરન્સથી દર્દી આવે છે તેનો ક્રાઇટેરિયા નક્કી કરી અને દાખલ કરવામાં આવશે. જેને કોઇ લક્ષણ નહી હોય કે તાવ નહી આવેલો હોય તેમને હોમ આઇસોલેટ થવા માટેની સલાહ આપવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….