વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. સોમવારે બપોરે તેઓ ખાસ વિમાન દ્વારા વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતુ. વડા પ્રધાન મોદીએ તેમની મુલાકાત દરમિયાન, પ્રયાગરાજનાં હંડિયાથી વારાણસીનાં રાજાતાલાબ સુધીનાં સિક્સ લેન રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગ બાદ તે દેવ દીવાળી કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેઓ રાજઘાટ ખાતે પ્રથમ દીપ પણ પ્રગટાવશે.
રાજાતાલાબ-હંડિયા સિક્સ લેન હાઇવેનાં નિર્માણ પાછળ રૂ.2,447 કરોડનો ખર્ચ થયો છે. પહોળો અને 6 લેનવાળો NH-19 નો 73 કિલોમીટરનો લાંબો હાઇવે હવે પ્રયાગરાજથી બનારસ સુધીનું એક કલાકનું અંતર ઘટાડશે. બે મોટા શહેરોને જોડતો આ હાઇવેનું કામ વર્ષોથી ચાલી રહ્યુ છે. આજે જ્યારે પીએમ મોદીએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે હાઇવેનું વિધિવત રીતે શરૂઆત થઇ ગઇ છે.
#WATCH PM Modi addresses at an event in Varanasi https://t.co/oDh6xONC6W
— ANI (@ANI) November 30, 2020
ત્યારબાદ પીએમ મોદી અલકનંદ ક્રૂઝ પર લલિતા ઘાટ જશે. ત્યાંના અધિકારીઓ તેમને વિશ્વનાથ કોરિડોર વિશે વિસ્તૃત માહિતી આપશે. આ પછી, તે કાશી વિશ્વનાથ પહોંચશે, જ્યાં તેઓ પૂજા બાદ સાંજે પાંચ વાગ્યે રાજઘાટ પહોંચવાના છે. રાજઘાટ ખાતે પીએમ મોદી પ્રથમ દિવો પ્રગટાવીને દેવ દીવાળી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યાની આસપાસ પીએમ મોદીનો પરત ફરશે તેવી માહિતી સામે આવી છે.
