Not Set/ હાઇકોર્ટનો ફરીથી સુઓમોટો અને સરકારને ફટકાર, પૂછ્યું કે 6 હજાર લોકો ભેગા થયા ત્યારે તમે શું કરતા હતા ?

માર્ચ મહિનાથી વિશ્વભરના લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે. હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હાલ કોરોનાકાળ અંતર્ગત પણ હજારો લગ્નસમારંભો યોજવામાં આવી રહ્યા છે.

Top Stories Gujarat Others

માર્ચ મહિનાથી વિશ્વભરના લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે. હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હાલ કોરોનાકાળ અંતર્ગત પણ હજારો લગ્નસમારંભો યોજવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ કર્ફ્યુ લગાવવાની સરકારને ફરજ પડી હતી. તેની વચ્ચે પણ લગ્ન પ્રસંગમાં 200 લોકોને છૂટ આપવામાં આવી છે. આમ છતાં ગઇકાલે સુરતના તાપી ખાતે ભાજપના પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઇમાં કોરોના આ અંગે જાહેર કરવામાં આવેલી સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડેલા જોવા મળ્યાં હતા. જેથી ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટે આ ઘટનાને સુઓમોટો તરીકે લઈ અને રાજ્ય સરકારને આ મામલે ફટકાર કરતા પ્રશ્ન પૂછ્યો છે કે 6 હજાર લોકો એકઠા થયા ત્યારે તમે શું કરતા હતા ?

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે તાપીમાં ભાજપના પૂર્વ મંત્રી કાંતી ગામિતની પૌત્રીની સગાઇ પ્રસંગમાં ભીડના મામલાને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો તરીકે લીધી છે. તેમજ સરકારને હાઇકોર્ટે ફટકાર લગાવતા જણાવ્યું કે તાપીમાં એકત્રિત થયેલી ભીડ અમે જોઇ છે. આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે 6 હજાર લોકો એકઠા થયા ત્યારે તમે શું કરતા હતા ? હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે સમારોહમાં આટલી ભીડ ક્યાંથી આવી ?

આ પણ વાંચો : ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં કોવિડ નિયમોના ઉડ્યા લીરેલીરા

ઉલ્લેખનીય છે કે ભાજપ પુરવા નેતા કાંતિ ગામીતના પૌત્રીના સગાઇ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમતા નજરે પડ્યા હતા. જેના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. કોરોના સંકટ સમયે સામાજિક અંતરના નિયમના ધજાગરા ઉડયા હતા. કાંતિ ગામીત ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. ત્યારે સવાલ એ છે કે લોકો માટે નિયમો, નેતાઓ માટે નિયમો ક્યારે? કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં હજારો લોકો ઉમટયાં હતા.

આ પણ વાંચો : કોવિડ ટેસ્ટના ભાવ ઘટાડનાર ત્રીજુ રાજ્ય બન્યુ ગુજરાત, RT-PCR ઘરે બેઠા કરવાનો ચાર્જ આટલો

જોકે ગઈ કાલે ભાજપના પૂર્વ નેતા કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી. કાંતિ ગામિતે કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા તે માટે હું માફી માંગુ છું, હવે હું સાચવીશ. ગામડામાં કોરોનાના કેસ ઓછા છે તેમ સમજીને લોકો આવ્યા હતા. સગાઈ જ કરવાની છે તેમ માનીને અમે કાર્યક્રમ યોજ્યો હતો. થઈ ગયુ એ થઈ ગયું. અમે આમંત્રણ નહોતુ આપ્યું, પરંતુ ગામડામાં લોકો આવી જ રીતે આવી જાય છે. વોટ્સએપના આમંત્રણ પર લોકો આવ્યા હતા. જેને લઇને અમે 1500થી 2000 લોકોનું જમવાનું તૈયાર રાખ્યું હતું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે જો 1500- 2000 લોકોનો જમવાનું તૈયાર રાખ્યું હોય તો તેનો અર્થ એ થયો ને કેટલા લોકોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હોઈ શકે. પરંતુ ગામીતે માફી માંગી અને હાથ ઊંચા કરી દીધા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…