ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી થઇ છે. અહેમદ પટેલ બાદ અભય ભારદ્વાજનું નિધન થતાં આ બે બેઠકો ખાલી પડી છે. ભાજપ-કોંગ્રેસ બન્નેની એક એક બેઠક ખાલી થઇ છે. ભાજપ પાસે હાલમાં 111 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસની પાસે 65 ધારાસભ્યોનુ સંખ્યાબલ છે.
અહેમદ પટેલ બાદ અભય ભારદ્વાજનું નિધન થતાં ભાજપ અને કોંગ્રેસને રાજ્યસભાની 1-1 બેઠક મળે તેવી સંભાવનાઓ વધી ગઇ છે. અગાઉ અહેમદ પટેલનું અવસાન થતા રાજ્યસભાની એક બેઠક ખાલી પડી હતી, જે અભય ભારદ્વાજનાં નિધન બાદ બે થઇ ગઇ છે. જો મતોનું ગણિતની વાત કરીએ તો અહેમદ પટેલની ખાલી પડેલી બેઠક પણ ભાજપને જાય એવી શક્યતા હતી. જણાવી દઇએ કે, ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગનાં હુમલાને કારણે મંગળવારે અવસાન થયું હતુ.
આપને જણાવી દઇએ કે, અહેમદ પટેલનાં અવસાનથી રાજ્યસભાની એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજનાં નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે. ભારદ્વાજનાં નિધનને કારણે ખાલી પડેલી બેઠકને કારણે મતોની સંખ્યા વહેંચાવાથી કોંગ્રેસ એક બેઠક મેળવી શકે તેવી પણ સંભાવનાઓ છે. રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે 61 મત જોઈએ છે. હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા 11 ધારાસભ્યો જોઇએ છે, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
