Ahmedabad News/ NGO કચરાનો નિકાલ કઇ રીતે કરી શકે? ઓખા પાલિકા સામે હાઇકોર્ટ નારાજ,સોગંદનામુ પાછુ ખેંચવુ પડ્યું

ચારેય ઝોનમાં નગરપાલિકાના કર્મચારીઓને સફાઇ અને મોનીટરીંગ સહિતની કામગીરી સોંપી દેવાઇ છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : જૂનાગઢ માં આવેલા ગિરનાર પર્વત પર ગંદકી અને પ્રદૂષણ તેમ જ બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુકત કરવા અંગેની જાહેરહિતની રિટ અરજીની ગઇકાલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ દ્વારા ઓખા નગરપાલિકાના સોગંદનામાં બાબતે નારાજગી વ્યક્ત કરતા અંતે તે પરત ખેંચવામાં આવ્યું હતું.હાઈકોર્ટે સત્તાવાળાઓને નવેસરથી સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી હતી. હાઇકોર્ટમાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન ઓખા નગરપાલિકા તરફથી વધુમાં જણાવાયું કે, સમગ્ર નગરપાલિકા વિસ્તારને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે.

ચારેય ઝોનમાં નગરપાલિકાના કર્મચારીઓને સફાઇ અને મોનીટરીંગ સહિતની કામગીરી સોંપી દેવાઇ છે. 200 માઇક્રોન કે તેનાથી વધુના પ્લાસ્ટિકનો વપરાશ ના થઇ શકે તે માટે પણ જાહેરનામું જારી કરાયું છે. સાથે સાથે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો હાથ ધરાયા છે.ઓખા નગરપાલિકા તરફથી હાઇકોર્ટને વધુમાં જણાવાયું હતું કે, બેટ દ્વારકામાં સ્વચ્છતા માટે ઓખા નગરપાલિકા દ્વારા કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. ફક્ત ડમ્પીંગ સાઇટ પર અત્યારે કચરો છે. ડમ્પીંગ સાઇટ પરનો આ કચરો પણ આગામી દિવસોમાં નિકાલ કરી દેવાશે.

જો કે, હાઇકોર્ટે ટકોર કરી હતી કે, વર્ષ 2002 અને 2007માં પણ નોટિફિકેશન બહાર પાડયા હતા પણ તેનાથી કંઇ કામ થયુ નથી. વાસ્તવમાં આ સમગ્ર મામલામાં ચીફ ઓફિસરની જવાબદારી થાય.હાઇકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, બેટ દ્વારકા તો એક ટાપુ છે તો ત્યાં ડમ્પીંગ સાઇટ કેવી રીતે બનાવી…? કચરાના નિકાલની કામગીરી એનજીઓને અપાઇ હોવાની જાણ ઓખા નગરપાલિકાએ હાઇકોર્ટને કરતાં ખંડપીઠે ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને ટકોર કરી હતી કે, કચરાના નિકાલની બાબતમાં એનજીઓ નિષ્ણાત હોઇ શકે નહી. આ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવુ જોઇએ.

ચીફ ઓફિસરને નિયમોની ખબર જ નથી. કોઇ એનજીઓ માસ્ટર ઝોનલ પ્લાન કેવી રીતે બનાવી શકે…? દરમ્યાન આખો નગરપાલિકાએ હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, હવે ઓખા અને બેટ દ્વારકાનો બ્રિજ બની ચૂકયો હોવાથી કચરાનો યોગ્ય નિકાલ કરી શકાશે.હવે આ કેસની સુનાવણી બે સપ્તાહ બાદ રાખવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે

આ પણ વાંચો: શિક્ષક દિને જ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈને ઉગ્ર વિરોધ